Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આૅલ્ઝાઇમર્સનો દરદી ઍમૅઝૉનનાં ગાઢ જંગલોમાં ભૂલો પડ્યો, પણ ૧૧ દિવસ બાદ જીવતો મળ્યો

આૅલ્ઝાઇમર્સનો દરદી ઍમૅઝૉનનાં ગાઢ જંગલોમાં ભૂલો પડ્યો, પણ ૧૧ દિવસ બાદ જીવતો મળ્યો

Published : 29 November, 2026 03:43 PM | IST | Brazil
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગાઢ જંગલમાં ઊંડે સુધી ચાલ્યા ગયા હતા. ત્યાર બાદ પોલીસ, ફાયરબ્રિગેડ, પાર્ક-રેન્જર્સ અને સ્થાનિક સ્વયંસેવકોએ જનરિનોની શોધખોળ શરૂ કરી હતી.

આૅલ્ઝાઇમર્સનો દરદી ગાઢ જંગલોમાંથી ૧૧ દિવસે મળ્યા

અજબ ગજબ

આૅલ્ઝાઇમર્સનો દરદી ગાઢ જંગલોમાંથી ૧૧ દિવસે મળ્યા


દુનિયાનાં સૌથી ગાઢ અને જોખમી ગણાતાં ઍમૅઝૉનનાં જંગલોમાં જો કોઈ વ્યક્તિ રસ્તો ભટકી જાય તો તેનો જીવ બચવો લગભગ અશક્ય માનવામાં આવે છે. એમાં પણ જો વ્યક્તિ યાદશક્તિ ગુમાવી દેવાની બીમારી એટલે કે ઑલ્ઝાઇમર્સથી પીડાતી હોય તો જોખમ અનેકગણું વધી જાય છે. જોકે બ્રાઝિલના મકાપા શહેરમાં ૭૪ વર્ષના જનરિનો ફરેરા ડૉસ સૅન્ટૉસ નામના વૃદ્ધે અદમ્ય જિજીવિષા બતાવીને સૌને ચોંકાવી દીધા છે. ઍમૅઝૉનનાં જંગલોમાં ૧૧ દિવસ સુધી લાપતા રહ્યા બાદ રેસ્ક્યુ ટીમે જનરિનોને જીવતા શોધી કાઢ્યા છે.

પરિવારના સભ્યો પાડોશીને મળવા ગયા હતા ત્યારે જંગલના કિનારે આવેલા પોતાના ઘરેથી જનરિનો અચાનક બહાર નીકળી ગયા હતા અને ગાઢ જંગલમાં ઊંડે સુધી ચાલ્યા ગયા હતા. ત્યાર બાદ પોલીસ, ફાયરબ્રિગેડ, પાર્ક-રેન્જર્સ અને સ્થાનિક સ્વયંસેવકોએ જનરિનોની શોધખોળ શરૂ કરી હતી.



૧૦ દિવસ સુધી કોઈ પત્તો ન લાગ્યા બાદ અગિયારમા દિવસે જંગલમાં જનરિનોના પગલાંનાં નિશાન જોવા મળ્યાં હતાં. શોધખોળ તેજ કરાતાં થોડી જ વારમાં જંગલના અત્યંત ગાઢ હિસ્સામાં જનરિનો બેઠેલી હાલતમાં મળી આવ્યા હતા. તેમના પગમાં ચંપલ નહોતાં અને શરીર પર માત્ર અન્ડરવેર જ હતી. સતત ૧૧ દિવસની ભૂખ અને તરસને કારણે તેઓ બોલી કે ચાલી શકે એવી સ્થિતિમાં નહોતા. 


જનરિનોએ જંગલી ફળો ખાઈને અને કુદરતી ઝરણાંનું પાણી પીને પોતાનો જીવ ટકાવી રાખ્યો હતો. તેઓ યુવાનીમાં જંગલમાં કામ કરતા હોવાથી જંગલના રસ્તા અને ખાવાલાયક ફળો વિશે જાણતા હતા.ઑલ્ઝાઇમર્સ હોવા છતાં તેમનો આ જૂનો અનુભવ કામ આવી ગયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

29 November, 2026 03:43 PM IST | Brazil | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK