યુટ્યુબ પર જોયેલા એક વિડિયોથી પ્રેરિત થઈને ૩ મહિનાથી માત્ર જૂસ-ડાયટ પર રહેલા તામિલનાડુના કન્યાકુમારી જિલ્લાના કોલાચેલના ૧૭ વર્ષના શક્તિશ્વરનનું ગુરુવારે શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદને કારણે બેભાન થઈને મૃત્યુ થયું હતું.
પ્રતીકાત્મક તસવીર
યુટ્યુબ પર જોયેલા એક વિડિયોથી પ્રેરિત થઈને ૩ મહિનાથી માત્ર જૂસ-ડાયટ પર રહેલા તામિલનાડુના કન્યાકુમારી જિલ્લાના કોલાચેલના ૧૭ વર્ષના શક્તિશ્વરનનું ગુરુવારે શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદને કારણે બેભાન થઈને મૃત્યુ થયું હતું. તેના પરિવારે જણાવ્યું કે તે છેલ્લા ૩ મહિનાથી જૂસ-ઓન્લી ડાયટ પર હતો. તેણે આ ડાયટ-પ્લાન શરૂ કરતાં પહેલાં કોઈ ડૉક્ટર અથવા ડાયટિશ્યનની સલાહ લીધી નહોતી.
શક્તિશ્વરન સ્વસ્થ અને સક્રિય હતો. તેને તિરુચિરાપલ્લીની કૉલેજમાં ઍડ્મિશન પણ મળ્યું હતું. જોકે સ્વસ્થ થયા બાદ તે કૉલેજ જૉઇન કરવાનો હતો. ગુરુવારે તેના ઘરે પૂજા રાખવામાં આવી હતી. એ પછી તેણે પ્રસાદ લીધો હતો અને મહિનાઓ પછી તેના શરીરમાં સૉલિડ ખોરાક ગયો હતો. એ પછી તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને તેણે છેલ્લા શ્વાસ લીધા હતા.


