બેભાન થયેલા દીકરાને દીપકકુમાર ગામના દવાખાને લઈ ગયા, પણ ત્યાં દીકરાને હાર્ટ-અટૅક આવવાથી મરી ગયો હોવાનું જણાવવામાં આવ્યું.
૧૦ વર્ષનો છોકરો
ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના ધનૌરા ગામમાં કાચા ઘરમાં રહેતો ૧૦ વર્ષનો છોકરો મોબાઇલમાં રીલ્સ જોઈ રહ્યો હતો અને અચાનક જ બેહોશ થઈને ઢળી પડ્યો હતો. દીપકકુમાર નામના ભાઈ પોતાના દીકરા મયંક પાસે જ બેઠા હતા. ઘરમાં સામાન્ય ચહલપહલ હતી. બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. દીકરો પણ સ્માર્ટફોનમાં રીલ્સ જોઈ રહ્યો હતો. જોકે અચાનક દીકરો બેહોશ થઈને ઢળી પડ્યો. બેભાન થયેલા દીકરાને દીપકકુમાર ગામના દવાખાને લઈ ગયા, પણ ત્યાં દીકરાને હાર્ટ-અટૅક આવવાથી મરી ગયો હોવાનું જણાવવામાં આવ્યું.


