ફસાયેલા 40 કામદારોને બચાવવા માટે પાંચમા દિવસે પણ બચાવ કામગીરી ચાલી રહી છે. બ્રહ્મખાલ-યમુનોત્રી NH પર સિલ્ક્યારા, દાંડલગાંવ વચ્ચે એક નિર્માણાધીન ટનલ 12 નવેમ્બરની વહેલી સવારે તૂટી પડી હતી. ઝારખંડનો એક કામદા વિશ્વજીત 40 મજૂરો સાથે ટનલમાં ફસાઈ ગયો હતો. તેના ભાઈ ઈન્દ્રજીતે તેની સાથે વાત કરી અને તેને મજબૂત રહેવા પ્રોત્સાહિત આપ્યું હતું.