બિહારના રોહતાસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક વિશાળ રોડ શોનું નેતૃત્વ કર્યું અને રાજ્યમાં યોજાનારી ચૂંટણીઓ પહેલા લોકોનું સંબોધન કર્યું. આજે બિહારની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી કરકટમાં ₹48,520 કરોડથી વધુના મોટા વિકાસ પ્રોજેક્ટ્સની શ્રેણીનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાના છે. જેનો ઉદ્દેશ્ય આ પ્રદેશમાં માળખાગત સુવિધાઓ અને આર્થિક વિકાસને વેગ આપવાનો છે.














