J&K નેશનલ કોન્ફરન્સ `બહિષ્કાર ટીમ`નો ભાગ હોવા છતાં, પાર્ટીના મોટા નેતા ઓમર અબ્દુલ્લાએ સંસદની નવી ઇમારતને બિરદાવી છે. તેમના ટ્વિટર હેન્ડલ પર ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે નવી સંસદની ઇમારત "ખૂબ જ પ્રભાવશાળી લાગે છે". દરમિયાન, નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટનને લઈને સમગ્ર ભારતમાં રાજકીય ગરમાવો આવી રહ્યો છે. કૉંગ્રેસ સહિત વિપક્ષી નેતાઓએ નવી સંસદનું ઉદ્ઘાટન કરતાં પીએમ મોદીનો ઉગ્ર વિરોધ કર્યો છે. બહિષ્કારના પત્ર સાથે, ઘણા નેતાઓએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા નવી ઇમારતનું ઉદ્ઘાટન કરવામાં આવે તેવી માગ કરી હતી. PM મોદી 28 મેના રોજ નવનિર્મિત સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કરશે.