EAM જયશંકરે સ્પષ્ટપણે કહ્યું કે નિજ્જરની હત્યામાં કેનેડા તરફથી કોઈ પુરાવા આપવામાં આવ્યા નથી. જયશંકરે કહ્યું હતું કે, "જો તમારી પાસે આવો આરોપ લગાવવાનું કારણ હોય, તો કૃપા કરીને પુરાવા અમારી સાથે શૅર કરો." ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં પીએમ ટ્રુડોના ભારત પર આરોપો બાદ ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી.