મણિપુરમાં વંશીય હિંસા તણાવ વધી રહ્યો છે. મણિપુરના સુરક્ષા સલાહકાર કુલદિપ સિંહે 20 સપ્ટેમ્બરે એક પત્રકાર પરિષદને સંબોધિત કરતી વખતે એક મોટી જાહેરાત કરી હતી. કુલદિપ સિંહે જણાવ્યું હતું. "900 કુકી આતંકવાદીઓ મણિપુરમાં પ્રવેશ્યા છે અને સરકારને ચેતવણી મળી છે કે 28 સપ્ટેમ્બર અથવા તેની આસપાસ હુમલો થઈ શકે છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સુરક્ષા દળોએ આવા હુમલાઓનો સામનો કરવા માટે પૂરતા પગલા લીધા છે.