ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 02 ડિસેમ્બરે અયોધ્યા પહોંચ્યા હતા. તેમણે રામ જન્મભૂમિ મંદિર નિર્માણ સ્થળ પર ચાલી રહેલા કામનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને જનરલ વીકે સિંહ પણ હતા. આ પહેલા યોગી આદિત્યનાથે મંત્રીઓ સાથે રામ લલા મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.