ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર 23 સપ્ટેમ્બરે ફરી સક્રિય થવાની ધારણા છે. લેન્ડર અને રોવર હાલમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક "સ્લીપ મોડ"માં છે. SAC ડાયરેક્ટર નિલેશ દેસાઈએ ચંદ્રયાન-3 મિશનમાં આગળના તબક્કા વિશે માહિતી આપી હતી. ઉપરાંત SACના ભૂતપૂર્વ ડિરેક્ટરે કહ્યું કે પ્રજ્ઞાન રોવરનું પુનરુત્થાન ISRO માટે એક ચમત્કાર હશે.














