દિલ્હીના વિદાયમાન મુખ્યમંત્રી અને કાલકાજી વિધાનસભા મતવિસ્તારના આપ ઉમેદવાર આતિશીએ 8 ફેબ્રુઆરીએ ભાજપના રમેશ બિધુરી સામે વિજય નોંધાવ્યા બાદ દિલ્હીમાં પોતાની જીતની ઉજવણી કરી. “હું મારા પર વિશ્વાસ દર્શાવવા બદલ કાલકાજીના લોકોનો આભાર માનું છું. `બાહુબલ` વિરુદ્ધ કામ કરનારી મારી ટીમને હું અભિનંદન આપું છું. અમે લોકોના આદેશનો સ્વીકાર કરીએ છીએ. હું જીતી ગઈ છું પરંતુ આ ઉજવણી કરવાનો સમય નથી પરંતુ ભાજપ સામે `યુદ્ધ` ચાલુ રાખવાનો છે...,” આતિશીએ કહ્યું.