Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પત્નીના જન્મદિને પતિએ ગઝલ સંભળાવી ત્યારે મૅડમને બગાસું આવ્યું

પત્નીના જન્મદિને પતિએ ગઝલ સંભળાવી ત્યારે મૅડમને બગાસું આવ્યું

19 June, 2021 10:13 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટ્વિટર પર પોસ્ટ કરેલા વિડિયોના ૨૩,૦૦૦થી વધારે વ્યુઝ નોંધાયા છે

વિડિયોમાંથી લીધેલો સ્ક્રીનશૉટ

વિડિયોમાંથી લીધેલો સ્ક્રીનશૉટ


રાખી ​ત્રિપાઠી નામની મહિલાએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પોસ્ટ કરેલા વિડિયોના ૨૩,૦૦૦થી વધારે વ્યુઝ નોંધાયા છે. એ વિડિયોની શી વિશેષતા છે? એ વિડિયોમાં રાખી ત્રિપાઠીનાં મમ્મીના જન્મદિને તેમના પપ્પા અને આઇઆઇટીના રિટાયર પ્રોફેસર વી. કે. ત્રિપાઠી ગઝલ ગાઈ રહેલા દેખાય છે. બન્ને જણ સોફા પર સાવ બાજુમાં બેઠાં છે. પ્રોફેસર ત્રિપાઠી તલત અઝીઝે ગાયેલી ગઝલ ‘ખુદા કરે કે મોહબ્બત મેં...’ ગાઈને પત્નીને જન્મદિનનાં અભિનંદન અને શુભેચ્છાઓની સાથે સ્નેહની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. જોકે એ વખતે તેમનાં પત્નીના ચહેરાના હાવભાવ જોવા જેવા છે. તેમને બગાસું પણ આવી ગયું હતું. છેલ્લે ક્લાઇમૅક્સમાં મમ્મીજીનું મધુર સ્મિત એવું નાટ્યાત્મક બન્યું છે કે પબ્લિક ખુશ થઈ જાય છે. રાખીએ પોસ્ટની કૅપ્શનમાં લખ્યું છે, ‘આજે માતાશ્રીનો જન્મદિવસ છે. પપ્પા ગઝલ ગઈ રહ્યા છે, પરંતુ મમ્મીજી તમે કેમ આટલાં ગંભીર છો?


Whatsapp-channel Whatsapp-channel

19 June, 2021 10:13 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK