Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > લગ્ન પહેલાં છોકરો અને છોકરી અજનબી કહેવાય, એવામાં શારીરિક સંબંધ કેવી રીતે બાંધી શકાય?

લગ્ન પહેલાં છોકરો અને છોકરી અજનબી કહેવાય, એવામાં શારીરિક સંબંધ કેવી રીતે બાંધી શકાય?

Published : 17 February, 2026 07:04 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લગ્ન પહેલાં સહમતીથી બંધાતા શારીરિક સંબંધ વિશે સુપ્રીમ કોર્ટનાં મહિલા જજ બી.વી. નાગરત્નાએ કહ્યું...

બી. વી. નાગરત્ના

બી. વી. નાગરત્ના


ગઈ કાલે સુપ્રીમ કોર્ટે રેપના આરોપ સાથે સંકળાયેલા એક કેસમાં લગ્ન પહેલાં રખાતા ફિઝિકલ રિલેશન્સ વિશે ચિંતા દર્શાવી હતી. મહિલા જસ્ટિસ બી. વી. નાગરત્નાએ કહ્યું હતું કે ‘અમે સમજી નથી શકતા કે એક છોકરો અને એક છોકરી લગ્ન પહેલાં શારીરિક સંબંધ કઈ રીતે બાંધી શકે? બની શકે કે અમે જુનવાણી વિચારવાળા છીએ, પરંતુ જ્યાં સુધી લગ્ન નથી થઈ જતાં ત્યાં સુધી છોકરો અને છોકરી અજનબી હોય છે. તેમણે બહુ સાવધાન રહેવું જોઈએ. કોઈએ કોઈના પર ભરોસો ન જ કરવો જોઈએ.’

એક મહિલાએ લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાંધ્યાનો આરોપ મૂકતી અરજી કરી હતી. આ કેસ સંદર્ભે જસ્ટિસ નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જ્વલ ભુઈઆની બેન્ચે કહ્યું હતું કે ‘આ એવા કિસ્સા નથી જેમાં આરોપ માટે સજા સંભળાવી શકાય, કેમ કે સંબંધ સહમતીથી બંધાયા હોય છે.’


Whatsapp-channel Whatsapp-channel

17 February, 2026 07:04 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK