Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > West Bengal News: પ્રેમી યુવકે લીધો ગજબનો બદલો! 4 મહિના સુધી એક્સ ગર્લફ્રેન્ડને મોકલ્યા ૩૦૦ આવા પાર્સલ

West Bengal News: પ્રેમી યુવકે લીધો ગજબનો બદલો! 4 મહિના સુધી એક્સ ગર્લફ્રેન્ડને મોકલ્યા ૩૦૦ આવા પાર્સલ

Published : 11 April, 2025 01:54 PM | Modified : 11 April, 2025 01:57 PM | IST | Kolkata
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

West Bengal News: ૨૪ વર્ષની એક યુવતી જે પોતે બેંક એક્ઝિક્યુટિવ છે. તેણે ગયા મહિને કોલકાતાના લેક ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - એઆઈ)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - એઆઈ)


West Bengal News: કોલકતામાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ એવું કામ કર્યું હતું કે જેને લઈને તેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. એક યુવકે માત્ર ચાર મહિનામાં 300થી વધારે કેશ-ઑન-ડિલિવરી પાર્સલ તેની એક્સ ગર્લફ્રેન્ડના ઘરે મોકલવાય હતા. જો કે આ કૃત્ય યુવકે જાણી જોઈને જ કર્યું હતું. કારણકે જાણી જોઈને આ યુવકે પોતાની એક્સ-ગર્લફ્રેન્ડને હેરાન કરવા માટે આવું કર્યું હતું.


પ્રાપ્ત માહિતી અનુસાર ૨૪ વર્ષની એક યુવતી જે પોતે બેંક એક્ઝિક્યુટિવ છે. તેણે ગયા મહિને કોલકાતાના લેક ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે મારી સાથે સતત સતામણી કરવામાં આવી રહી છે. તેણે જણાવ્યું હતું કે તેણીને એક બે નહીં, પણ ઘણા કેશ-ઑન-ડિલિવરી પાર્સલ મોકલવામાં આવ્યા છે. આમ અસંખ્ય ડિલિવરીથી મને બહુ જ તકલીફ થઈ રહી છે. મારા એકાઉન્ટ્સ પણ એમેઝોન અને ફ્લિપકાર્ટ દ્વારા બ્લોક કરવામાં આવ્યા છે.



મહિલાની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી (West Bengal News) શરૂ હતી. શરૂઆતમાંતો પોલીસને એમ થયું કે મહિલા જય નોકરી કરે છે ત્યાંથી કોઈ વ્યક્તિ મજાક કરી રહ્યો છે. જો કે, પાછળથી તપાસમાં બહાર આવ્યું કે આવું કરનાર બીજું કોઈ નહીં પણ તેનો જ એક્સ બોયફ્રેન્ડ છે. જેનું નામ છે સુમન સિકદર. જે નડિયાનો રહેવાસી છે. પીડિત મહિલા ને આ યુવક ઘણા સમયથી એકબીજાને ઓળખતા હતા.


આ બંને વચ્ચે બ્રેકઅપ થયા બાદ નવેમ્બર 2024માં યુવકે સતત કેશ ઑન ડિલિવરીના પાર્સલ બોક્સ (West Bengal News) મોકલી મોકલીને તેની એક્સ ગર્લફ્રેન્ડને heran કરી હતી. અનેકવાર મોંઘા ગેજેટ્સ અને કપડાંઑના પેકેટ મંગાવ્યા બાદ નકારી કાઢવાને કારણે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા મોટા ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સે પણ પીડિત યુવતીના અકાઉન્ટ બ્લોક કરી નાખ્યા હતા. 

થાકીને યુવતીએ માર્ચ 2025માં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે એફઆઈઆર નોંધવામાં આવી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસમાં નદિયાના રહેવાસી સિકદરની અટકાયત કરવામાં આવી છે.


પોલીસે જ્યારે આ આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને પૂછપરછ શરૂ કરી ત્યારે તેણે ખુદ કથિત રીતે પોતાની એક્સ ગર્લફ્રેન્ડનો બદલો લેવા આ પ્રકારનું કાવતરું કર્યું હતું. 

પ્રાપ્ત માહિતી અનુસાર પોતાના નિવેદનમાં યુવકે પોલીસને (West Bengal News) જણાવ્યું હતું કે તેની એક્સ ગર્લફ્રેન્ડને ઓનલાઇન શોપિંગનો ગાંડો શોખ હતો. એટલું જ નહીં તે વારંવાર ગિફ્ટ્સની માગણી કરતી હતી. જે તેની માટે હંમેશા કઈ પરવડી શકે તેમ પણ નહોતું. વળી, આ બંનેની રિલેશનશીપ તૂટવા પાછળ પણ આ જ બાબતનો હાથ હતો. એટલે જ યુવકે પાર્સલ ડિલિવરી  દ્વારા એક્સ ગર્લફ્રેન્ડનો બદલો લેવાનું નક્કી કર્યું.

Whatsapp-channel Whatsapp-channel

11 April, 2025 01:57 PM IST | Kolkata | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK