છેલ્લા થોડા દિવસમાં ગુજરાતમાં કે પશ્ચિમી કાંઠામાં તાપમાન ૩૭ અને ૩૯ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે પહોંચ્યું હોવાનું કેટલાંક સ્ટેટમેન્ટ્સમાં અમે જણાવ્યું છે,
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
નવી દિલ્હી (એ.એન.આઇ.) : ભારતીય હવામાન વિભાગે કેટલાક કાંઠા વિસ્તારોમાં ખાસ કરીને ગુજરાતના કચ્છ એરિયા અને કોંકણમાં આગામી બે દિવસ સુધી હીટવેવ માટે વૉર્નિંગ આપી છે.
હવામાન વિભાગના સાયન્ટિસ્ટ ડૉ. નરેશે કહ્યું કે ‘દેશના મોટા ભાગના વિસ્તારોમાં પહેલાંથી જ મિનિમમ અને મૅક્સિમમ તાપમાન સામાન્ય કરતાં વધુ છે. છેલ્લા થોડા દિવસમાં ગુજરાતમાં
કે પશ્ચિમી કાંઠામાં તાપમાન ૩૭ અને ૩૯ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે પહોંચ્યું હોવાનું કેટલાંક સ્ટેટમેન્ટ્સમાં અમે જણાવ્યું છે, એટલે કાંઠા વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ રહી શકે છે. અમે કચ્છ પ્રદેશ
અને કોંકણમાં આગામી બે દિવસ માટે હીટવેવની વૉર્નિંગ ઇશ્યુ કરી છે.’


