વિરાટ કોહલીની માલિકીના ‘વન8 કોમ્યુન પબ’ની બૅન્ગલોર સહિત દિલ્હી, મુંબઈ, પુણે અને કોલકાતા જેવા બીજા મોટા શહેરોમાં પણ શાખા છે.
વન8 કમ્યુન પબ અને વિરાટ કોહલી (તસવીર સૌજન્ય સોશિયલ મીડિયા)
બૅન્ગલોર પોલીસ દ્વારા વર્લ્ડ ક્લાસ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીના ‘વન8 કમ્યુન પબ’ (Virat Kohli’s One8 Commune Pub) સહિત એમજી રોડ પરના બીજા અન્ય કેટલાક પબ્સ સામે એફઆઈઆર દાખલ કરી છે. આ વિસ્તારમાં વિરાટ કોહલીના પબ સાથે બીજા અનેક પબ્સ પણ રાત્રે બંધ કરવાના કાયદાકીય સમય બાદ પણ શરૂ જ હતા જેને લીધે પોલીસે ધાડ પાડીને કાર્યવાહી કરી હતી. ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (સેન્ટ્રલ)ના જણાવ્યાં અનુસાર, પબ મોડી રાત્રે 1:30 વાગ્યા સુધી શરૂ જ હતો. શહેરમાં દરેક પબ્સ, બાર અને રેસ્ટોરન્ટને એક વાગ્યા સુધી જ શરૂ રાખવાની પરવાનગી આપવામાં આવી છે, તેમ છતાં આ પબ્સ મોડે સુધી શરૂ રહેતા પોલીસની કાર્યવાહી શરૂ થઈ છે.
પોલીસે આપેલા અહેવાલ મુજબ બૅન્ગલોરના એમજી રોડ પર વિરાટ કોહલીના ‘વન8 કમ્યુન પબ’ સહિત અનેક પબ્સ છે. આ પબ્સ એક વાગ્યા બાદ શરૂ હતું અને તેમાં મોડી રાત સુધી મોટેથી મ્યુઝિક વગાડવામાં આવતું હોવાની સ્થાનિક લોકોએ ફરિયાદ કરી હતી. આ ફરિયાદને પગલે પોલીસે શહેરના ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમની (Virat Kohli’s One8 Commune Pub) નજીક આવેલા વન8 કોમ્યુન પબ સહિત અન્ય બીજા પબ્સ સામે બંધ કરવાના કાયદાકીય સમયનું ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહી કરી હતી. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે "અમને રાત્રે મોટેથી મ્યુઝિક વગાડવામાં આવી રહ્યું હોવાની અનેક ફરિયાદો મળી હતી. જેથી આ મામલે વધુ તપાસ ચાલુ છે, અને આગળની કાર્યવાહી જલદી જ કરવામાં આવશે.
ADVERTISEMENT
વિરાટ કોહલીની માલિકીના ‘વન8 કોમ્યુન પબ’ની બૅન્ગલોર (Virat Kohli’s One8 Commune Pub) સહિત દિલ્હી, મુંબઈ, પુણે અને કોલકાતા જેવા બીજા મોટા શહેરોમાં પણ શાખા છે. કાર્યવાહી થયેલી બૅન્ગલોર બ્રાન્ચ માંડ ગયા ડિસેમ્બરમાં શરૂ કરવામાં આવી હતી. આ પબ બૅન્ગલોરના રત્નમના કોમ્પ્લેક્સના છઠ્ઠા માળે છે. જો કે આ મામલે હજી સુધી ‘વન8 કોમ્યુન પબ’ દ્વારા બૅન્ગલોર પોલીસમાં નોંધાયેલી એફઆઈઆર બાબતે કોઈપણ સત્તાવાર નિવેદન કે માહિતી આપવામાં આવી નથી. હાલમાં, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી તેની પત્ની બૉલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લંડનમાં વેકેશન માણી રહ્યો છે. તેમ જ જૂનમાં આઇસીસી મૅન્સ ટી-20 વર્લ્ડ કપનું ટાઇટલ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડીઓએ વિજય પરેડમાં ભાગ લઈને અભિવાદન ઝીલ્યું હતું.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના પુણે શહેરમાં થયેલા પોર્શ અકસ્માત (Virat Kohli’s One8 Commune Pub) બાદ દેશભરમાં મોડી રાત સુધી શરૂ રહેતા પબ્સ અને બાર સામે પોલીસ કડક કાર્યવાહીનું પગલું ભરવાનું શરૂ કર્યું છે. પુણેના આ પબમાં 21 વર્ષની નાની ઉંમરના છોકરાઓને પણ દારૂ આપવામાં આવી હતી. આ સહિત પુણેના એક બીજા પબમાં સગીર વયના યુવાનો ડ્રગ્સનું સેવન કરી રહા હોવાના વીડિયો સામે આવ્યા હતા. આ બધી ઘટના બાદ પોલીસે મોડી રાત સુધી શરૂ રહેતા અને ગેરકાયદેસર ચાલતા પબ્સ અને બાર સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.

