FSSAIને વારંવાર ગોલગપ્પાની ગુણવત્તાને લઈને ફરિયાદ મળતી હતી એટલે આ પગલું લેવામાં આવેલું.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કર્ણાટક રાજ્યના લગભગ ૨૬૦ પાણીપૂરીવાળાઓનાં સૅમ્પલ તપાસીને ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ ચેતવણી જાહેર કરી છે, કેમ કે એમાં પણ કૅન્સરજન્ય કેમિકલ્સ જોવા મળ્યાં છે. બૅન્ગલોરમાં ૭૯ જગ્યાએથી ૨૬૦ પ્રકારની પાણીપૂરીનાં સૅમ્પલ્સ લેવામાં આવ્યાં હતાં એમાંથી ૪૧માં આર્ટિફિશ્યલ કલર અને કૅન્સર પેદા કરતાં રસાયણો મળ્યાં છે. એમાં સન સેટ યલો, બ્રિલિયન્ટ બ્લુ અને ટૅટ્રા જૅન જેવા કૃત્રિમ રંગનાં રસાયણ મળી આવ્યાં હતાં. આ કેમિકલ્સ હાર્ટની તકલીફો ઉપરાંત ઑટો ઇમ્યુન રોગોને વેગ આપે એવાં છે. FSSAIને વારંવાર ગોલગપ્પાની ગુણવત્તાને લઈને ફરિયાદ મળતી હતી એટલે આ પગલું લેવામાં આવેલું. સર્વે અને પરીક્ષણ બાદ FSSAIએ પાણીપૂરી ખાતી વખતે સાવધાન રહેવાની ચેતવણી આપી છે. આ સમાચાર સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં મોટા ભાગના લોકોએ રીઍક્શન આપ્યું હતું કે પાણીપૂરી ઑલરેડી ચટપટી જ હોય છે તો એમાં વળી રંગ નાખવાની જરૂર શું કામ હોય?

