Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આખરે ચોથી વિઝિટમાં રાજ્યપાલ તરફથી વિજયને સરકાર રચવાનું તેડું મળ્યું

આખરે ચોથી વિઝિટમાં રાજ્યપાલ તરફથી વિજયને સરકાર રચવાનું તેડું મળ્યું

Published : 10 May, 2026 10:03 AM | IST | Tamil Nadu
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૨૧ વિધાનસભ્યોના સમર્થનનો પત્ર સોંપ્યો: આજે ચેન્નઈના જવાહરલાલ નેહરુ ઇન્ડોર સ્ટેડિયમમાં થશે શપથગ્રહણ

ગઈ કાલે વિજયને તામિલનાડુના મુખ્ય પ્રધાન તરીકેની નિયુક્તિનો પત્ર આપતા રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર.

ગઈ કાલે વિજયને તામિલનાડુના મુખ્ય પ્રધાન તરીકેની નિયુક્તિનો પત્ર આપતા રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર.


પાંચ દિવસના જબરદસ્ત ડ્રામા પછી આખરે તામિલનાડુમાં સૌથી વધુ બેઠકો જીતનારી તમિલગા વેત્રી કઝગમ (TVK)ના ચીફ વિજય માટે સરકાર બનાવવાનો રસ્તો સાફ થયો હતો. શનિવારે બપોરે જ TVKની અન્ય સહયોગી પાર્ટીઓ સાથેની વાતચીત પૂરી થતાં સમર્થન મળ્યું હતું. ગઈ કાલે સાંજે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર કેરલમની વિઝિટે જવા નીકળવાના હતા અને બપોર સુધી TVKને બહુમત મળે એવા કોઈ આસાર નહોતા જણાઈ રહ્યા. જોકે ગઈ કાલે VCK અને IUMLએ પણ તેમના બબ્બે વિધાનસભ્યોનું સમર્થન આપ્યું હતું. વિજયે તરત જ ગવર્નરને મળવાનો સમય માગતાં રાજ્યપાલે કેરલમ જવાનું મોકૂફ રાખ્યું હતું. 

હવે વિજયને જરૂર કરતાં વધારે સમર્થન મળી ચૂક્યું છે. TVKની ૧૦૮ બેઠકો ઉપરાંત સહયોગી પાર્ટીઓનું બ્રેક-અપ કંઈક આ મુજબનું છે : કૉન્ગ્રેસની પાંચ, CPI અને CPI-Mની બે-બે બેઠકો તેમ જ ગઈ કાલે સમર્થનમાં આવેલી VCK અને IUMLના બે-બે સભ્યો મળીને કુલ ૧૨૧ બેઠકોનું સમર્થન છે. વિજય બે બેઠકો પરથી જીત્યા હોવાથી એક બેઠક પરથી રાજીનામું આપી દેશે.



સમર્થન-પત્રો મળતાં આખરે ગઈ કાલે મોડી સાંજે તામિલનાડુના ગવર્નરે વિજયને તામિલનાડુની સરકાર બનાવવાનું આમંત્રણ આપીને મુખ્ય પ્રધાનપદનો નિયુક્તિપત્ર સોંપ્યો હતો. TVKના વિધાનસભ્યો મહાબલીપુરમના ફોર પૉઇન્ટ્સ રિસૉર્ટમાં છે. ત્યાં ભારે સુરક્ષાવ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2026 10:03 AM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK