Vande Bharat: જૂનના છેલ્લા દિવસોના આંકડા પ્રમાણે ભોપાલ-ઈન્દોર વંદે ભારત ટ્રેનમાં ફક્ત 29 ટકા બુકિંગ નોંધાવવામાં આવી, ઈન્દોર-ભોપાલ વંદે ભારત એક્સપ્રેસની રિટર્ન જર્નીમાં ફક્ત 21 ટકા સીટ્સની જ બુકિંગ થઈ.
વંદે ભારત (ફાઈલ તસવીર)
Vande Bharat: જૂનના છેલ્લા દિવસોના આંકડા પ્રમાણે ભોપાલ-ઈન્દોર વંદે ભારત ટ્રેનમાં ફક્ત 29 ટકા બુકિંગ નોંધાવવામાં આવી, ઈન્દોર-ભોપાલ વંદે ભારત (Vande Bharat) એક્સપ્રેસની રિટર્ન જર્નીમાં ફક્ત 21 ટકા સીટ્સની જ બુકિંગ થઈ. બન્ને શહેરો વચ્ચેની યાત્રામાં લગભગ ત્રણ કલાક લાગે છે અને એસી ચેર કાર ટિકિટ માટે 950 રૂપિયા અને દરેક યાત્રી એક્ઝિક્યૂટિવ ચેર કાર માટે 1525 રૂપિયાનો ખર્ચ આવે છે.
રેલવે ઓછા પ્રવાસીઓવાળી વંદે ભારત ટ્રેનોના ભાડાની સમીક્ષા કરે છે જેથી તેને લોકો માટે વધારે વ્યવહારિક બનાવી શકાય. અધિકારિક આંકડાઓ પ્રમાણે કેટલીક ઓછા પ્રવાસીઓવાળી ટ્રેનો સિવાય આ સેમી-હાય સ્પીડ ટ્રેનની મોટાભાગની સેવાઓ હાલ સંપૂર્ણ ક્ષમતા સાથે દોડે છે. સૂત્રોએ જણાવ્યું કે ઇન્દોર-ભોપાલ, ભોપાલ-જબલપુર અને નાગપુર-બિલાસપુર એક્સપ્રેસ જેવી વંદે ભારત ટ્રેન સહિત કેટલીક અન્ય ટ્રેનોના ભાડાની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. જૂનના અંત સુધીના આંકડાઓ પ્રમાણે ભોપાલ-ઈન્દોર વંદે ભારત ટ્રેનમાં ફક્ત 29 ટકા બુકિંગ નોંધવામાં આવી, તો ઈન્દોર-ભોપાલ વંદે ભારત એક્સપ્રેસની રિટર્ન જર્નીમાં ફક્ત 21 ટકા સીટની જ બુકિંગ થઈ. બન્ને શહેરો વચ્ચેના પ્રવાસમાં લગભગ 3 કલાક લાગે છે અને એસી ચેર કાર ટિકિટ માટે 950 રૂપિયા અને પ્રતિ યાત્રી એક્ઝીક્યૂટિવ ચેર કાર માટે 1525 રૂપિયાનો ખર્ચ આવે છે. સૂત્રોએ જણાવ્યું કે આ ટ્રેનના ભાડાની સમીક્ષા કરવામાં આવી શકે છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોની સૌથી લાંબી યાત્રા લગભગ 10 કલાકની છે અને સૌથી નાની યાત્રા લગભગ ત્રણ કલાકની છે.
ADVERTISEMENT
બેથી પાંચ કલાકવાળી વંદે ભારત ટ્રેનોના ભાડાની થઈ રહી છે સમીક્ષા
સૂત્રો પ્રમાણે, `ભાડાની સમીક્ષા વંદે ભારત ટ્રેનોના પ્રવાસીઓને બહેતર સુવિધા આપવા માટે કરવામાં આવી રહી છે. રેલવે સાથે જોડાયેલા સૂત્રો પ્રમાણે, સ્થિતિની સમીક્ષા કરી છે અને માનવું છે કે કેટલીક વંદે ભારત ટ્રેનો, ખાસ તો બેથી લગભગ 5 કલાક વચ્ચેના ઓછા સમયવાળી ટ્રેનો બુકિંગને ધ્યાનમાં રાખતા બહેતર પ્રદર્શન કરી શકે છે જો તેમની કિંમતમાં ઘટાડો કરી દેવામાં આવે તો. અમે ઈચ્છીએ છીએ કે વધુમાં વધુ લોકો આ ટ્રેનનો ઉપયોગ કરે.` એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, "મોટાભાગે વંદે ભારત ટ્રેનો 100 ટકાની ક્ષમતા સાથે દોડે છે, પણ કેટલીક ટ્રેનો સાથે આવું નથી અને આમાં સુધારો થાય તેને માટે અમે જરૂરી ફેરફાર લાવી રહ્યા છીએ."
ઓછી બુકિંગને કારણે નાગપુર-બિલાસપુર વંદે ભારતની જગ્યા તેજસ એક્સપ્રેસે લઈ લીધી
અન્ય એક ટ્રેન જેનું ભાડુ સમીક્ષાધીન છે તે નાગપુર-બિલાસપુર વંદે ભારત એક્સપ્રેસ છે, જેમાં લગભગ 5 કલાક 30 મિનિટના પ્રવાસ માટે સરેરાશ 55 ટકા સીટો ભરાયેલી હોય છે. સામાન્ય ધારણા એ છે કે જો કિંમત ઘટાડવામાં આવે તો આ ટ્રેન માટે પણ બહેતર બુકિંગ થશે. નાગપુર-બિલાસપુર વંદે ભારત એક્સપ્રેસમાં એક્ઝીક્યૂટિવ ક્લાસનું ભાડુ 2045 રૂપિયા અને ચેર કારનું ભાડુ 1,075 રૂપિયા છે. પ્રવાસીઓની સંખ્યા ઓછી હોવાને કારણે મેમાં આ ટ્રેનની જગ્યા તેજસ એક્સપ્રેસે લઈ લીધી હતી.
દેશમાં હાલ 46 વંદે ભારત ટ્રેનની સેવાઓ ચાલુ
સૂત્રોએ જણાવ્યું કે ભોપાલ-જબલપુર વંદે ભારત એક્સપ્રેસમાં 32 ટકા અને જબલપુર-ભોપાલ વંદે ભારત ટ્રેનમાં 36 ટકા બુકિંગ થઈ છે. બન્ને શહેરો વચ્ચે 4.5 કલાકના પ્રવાસ માટે ભોપાલથી જબલપુર સુધી એસી ચેરનું ભાડુ 1055 રૂપિયા છે, જ્યારે એક્ઝીક્યૂટિવ ચેર કારની ટિકિટ 1880 રૂપિયાની હશે. રિટર્ન જર્નીમાં એસી ચેરનું ભાડુ 955 રૂપિયા છે, જ્યારે એક્ઝીક્યૂટિવ ચેર કારનું ભાડુ 1790 રૂપિયા છે. અત્યાર સુધી 46 વંદે ભારત એક્સપ્રેસ સેવાઓ દેશની દરેક રેલ-વિદ્યુતીકૃત રાજ્યોમાં પહોંચી ચૂકી છે. કુલ 24 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સામલ કરતા વંદે ભારત એક્સપ્રેસમાં પ્રવાસીઓની સંખ્યા સમય બચવાને કારણે સતત વધી રહી છે.


