રવિવારની ઘટનાનો વિડિયો શુક્રવારે વાઇરલ થયો
આ ઘટનાનો વિડિયો ગઈ કાલે વાઇરલ થયો હતો
ઉત્તરાખંડમાં કેદારનાથ જતી વખતે આવતા શ્રીનગરના પ્રખ્યાત ધારી દેવી મંદિર વિસ્તારમાં વહેતી અલકનંદા નદીમાં ગયા રવિવારે બે પ્રવાસી મોટરબોટ આપસમાં ટકરાઈ હતી. આ ઘટના નજરે જોનારાઓએ કહ્યું હતું કે ખૂબ જ ઝડપે આગળ વધી રહેલી બે બોટો એકબીજાની ખૂબ નજીક આવી ગઈ અને ટકરાઈ ગઈ હતી. ટક્કર દરમ્યાન એક બોટનો ડ્રાઇવર સંતુલન ગુમાવી બેઠો હતો અને નદીમાં પડી ગયો હતો. ડ્રાઇવર પાણીમાં પડતાંની સાથે જ ઘટનાસ્થળે હાજર લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ ઘટનાનો વિડિયો ગઈ કાલે વાઇરલ થયો હતો. બોટમાં કોઈ પ્રવાસીઓ નહોતા એટલે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
