ઉત્તર પ્રદેશના આગ્રામાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં પોતાની પસંદીની સાડી પહેરાવવાને કારણે પતિ-પત્નીના સંબંધો છૂટાછેડાની અણી પર પહોંચી ગયા છે.
પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- ઉત્તર પ્રદેશના આગ્રામાં વિચિત્ર ઘટના આવી સામે
- સાડીની પસંદને કારણે પતિ-પત્નીના વળ્યા છૂટાછેડા તરફ
- પતિ ઈચ્છતો હતો કે પત્ની તેની પસંદની સાડી પહેરે
Woman Refuses To Wear Saree: ઉત્તર પ્રદેશના આગ્રામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં પોતાની પસંદની સાડી પહેરાવવાને કારણે પતિ-પત્નીના સંબંધો છૂટાછેડાની અણી પર પહોંચી ગયા છે. પતિ તેની પત્નીને તેની મનપસંદ સાડી પહેરવાનું કહે છે. જ્યારે પત્ની પતિની પસંદની સાડી નથી પહેરતી ( Woman Refuses To Wear Saree) ત્યારે ઘરમાં કજિયો થાય છે. ઘરમાં રોજ ઝઘડાના માહોલથી કંટાળીને પત્ની તેના મામાના ઘરે ગઈ. હવે મામલો ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટર સુધી પહોંચ્યો છે.જ્યાં ગત રવિવારે બંનેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.



