વારાણસીમાં મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠના દીક્ષાંત સમારોહમાં ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલે સ્ટુડન્ટ્સને આપી સલાહ
આનંદીબહેન પટેલ
બુધવારે ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલ વારાણસીમાં મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠના સમારોહમાં હાજર રહ્યાં હતાં. તેમણે દીકરીઓને સલાહ આપતાં કહ્યું હતું કે ‘આજકાલ લિવ-ઇન રિલેશનનું ચલણ છે, પણ એવું ન કરો. સારો નિર્ણય લો. મેં ૫૦-૫૦ ટુકડા બીમમાં ભરનારા લોકોને જોયા છે. આવા સમાચારો સાંભળીને બહુ દુખ થાય છે. એ એવો સમાજ છે જે આમ ખાઈને ગોટલી ફેંકી દે છે.’
