Uttar Pradesh Crime : બસ્તી જિલ્લાના એક ગામમાં એક મહિલા પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ બળાત્કાર થયા બાદ દંપત્તિએ ઝેર પીને જીવન ટૂંકાવ્યું હતું.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ઉત્તર પ્રદેશમાંથી એક ચોંકાવનારો કિસ્સો (Uttar Pradesh Crime) સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના એક ગામમાં એક મહિલા પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ બળાત્કાર થયા બાદ એક પુરુષ અને તેની પત્નીએ ઝેર પીને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના અંગે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે આ મામલે બે લોકોની ધરપકડ કરવામાં પણ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર મૃતક દંપત્તિ (Uttar Pradesh Crime)માં પુરુષની ઉંમર 30 વર્ષ માનવામાં આવે છે. તેમ જ મહિલાની ઉંમર 27 વર્ષી હતી. આ દંપત્તિએ ગુરુવારે ઝેર પી લીધું હતું. બસ્તીના એસપી ગોપાલ ક્રિશ્નાએ શનિવારે આ બાબતે જણાવ્યું હતું કે, જ્યારે પતિનું તે દિવસે મૃત્યુ થયું ત્યારે પત્નીએ પણ ઝેર ગટગટાવ્યું હતું. આ મહિલાને શુક્રવારે ગોરખપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ મહિલાએ કમનસીબે પોતાનો પ્રાણ ગુમાવ્યો હતો.
ADVERTISEMENT
આ ઘટના પ્રકાશમાં આવી ત્યારબાદ દંપતીના સંબંધીઓએ અનેક આક્ષેપો કર્યા હતા. દંપત્તિના સંબંધીઓ તરફથી આરોપીઓની ધરપકડ કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેઓએ આક્ષેપ કર્યો હતો કે 20 અને 21 સપ્ટેમ્બરની વચ્ચેની રાત્રે પત્ની પર તેના ઘરમાં બે પુરુષો ઘૂસી આવ્યા હતા. તેમ જ આ બે શખ્સોએ મહિલા પર સામૂહિક બળાત્કાર કર્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે કથિત રીતે આત્મહત્યા કરતા પહેલા આ દંપતીએ એક વીડિયો રેકોર્ડ કર્યો હતો જેમાં તેઓએ આરોપીઓના નામનો ઉલ્લેખ પણ કર્યો હતો. એસપીએ આ બાબતે વધુ માહિતી આપતા કહ્યું હતું કે મૃતકના ભાઈની ફરિયાદના આધારે શુક્રવારે કલમ 376 D (સામૂહિક બળાત્કાર) અને 306 (આત્મહત્યા માટે ઉશ્કેરણી) હેઠળ બે પુરુષો વિરુદ્ધ FIR (Uttar Pradesh Crime) દાખલ કરવામાં આવી હતી.
આરોપી તરીકે આદર્શ (25) અને ત્રિલોકી (45) આ બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર મૃતક દંપત્તિના બાળકોએ પોલીસને જણાવ્યું કે જ્યારે તેઓ શુક્રવારે સવારે શાળાએ જવા તેઓ તૈયાર થઈ રહ્યા હતા ત્યારે તેમના માતા-પિતાએ તેમને કહ્યું કે તેઓએ ઝેર પી લીધું છે અને તેઓ હવે મૃત્યુ (Uttar Pradesh Crime) પામવાના છે.
આ મૃતક દંપતીને ત્રણ બાળકો છે. તેઓને બે પુત્રો છે જેમની ઉંમર આઠ અને છ વર્ષની છે આ સાથે જ આ દંપત્તિને એક વર્ષની પુત્રી પણ છે. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે બળાત્કારની ઘટના મૃતકની માલિકીની જમીનના વેચાણ સાથે જોડાયેલી છે. જમીનના મુદ્દે આ જ આરોપીઓએ મહિલા પર દુષ્કર્મ (Uttar Pradesh Crime) આચર્યું હતું.


