CBIને મજબૂત કરવા અને એ મહત્ત્વના કેસ સારી રીતે ઉકેલી શકે એ માટે આ રકમ ફાળવવામાં આવી છે. આ ફન્ડ તપાસ માટે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે આપવામાં આવ્યું છે
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન
આ બજેટમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) માટે ૧૦૭૧.૦૫ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ૨૦૨૪-’૨૫માં એ રકમ ૯૫૧.૪૬ કરોડ રૂપિયા હતી. જોકે પાછળથી એમાં વધારો કરવામાં આવ્યો હતો અને એ આંકડો ૯૮૬.૯૩ કરોડ રૂપિયા પર પહોંચ્યો હતો.
CBIને મજબૂત કરવા અને એ મહત્ત્વના કેસ સારી રીતે ઉકેલી શકે એ માટે આ રકમ ફાળવવામાં આવી છે. આ ફન્ડ તપાસ માટે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે આપવામાં આવ્યું છે. નિર્મલા સીતારમણે એ વિશે જણાવતાં કહ્યું હતું કે ‘CBI સરકારી અધિકારીઓ અને પ્રાઇવેટ ફર્મ સામેના ભ્રષ્ટાચારના કેસ અને ક્રાઇમને લગતા ગંભીર અને જટિલ ગુના ઉકેલે છે. એ સિવાય ઇન્ટરનૅશનલ લિન્ક ધરાવતા ફાઇનૅન્શ્યલ ફ્રૉડ સહિત રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને કોર્ટ દ્વારા પણ મહત્ત્વના કેસની તપાસ એને સોંપવામાં આવતી હોય છે. આ ફન્ડને કારણે હવે એ મૉડર્ન ટ્રેઇનિંગ સેન્ટર્સ, ટેક્નિકલ અને ફૉરેન્સિક સપોર્ટિવ યુનિટ્સ બનાવી શકશે. સાથે જ ઑફિસ અને રેસિડેન્શ્યલ બિલ્ડિંગ બનાવી શકશે.
ADVERTISEMENT
હાલ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ક્રિપ્ટો કરન્સી અને ડાર્ક નેટનો પણ વ્યાપ વધી ગયો છે. CBIએ પરંપરાગત રીતે બૅન્ક લોન, બૅન્ક ફ્રૉડ અને ખંડણીના કેસ ઉકેલવા સાથે ઉપરોક્ત ડિજિટલ ઇન્વૉલ્વમેન્ટવાળા કેસ ઉકેલવાની ચૅલેન્જ સ્વીકારીને એ ઉકેલવા મહેનત કરવી પડે છે. આ ફન્ડ એને એ સંદર્ભે પણ ઉપયોગી થઈ પડશે.’

