વેપારીઓને રાહત આપતા સરકાર આ બજેટમાં દરેક પ્રકારની વેપારી ઓળખ માટે પેન કાર્ડ સંબંધિત નિયમો અને કાયદામાં ફેરફાર કરી શકે છે.

પ્રતીકાત્મક તસવીર
કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) એક ફેબ્રુઆરી એટલે કે આજે મોદી સરકાર 2.0નું પાંચમું કેન્દ્રીય બજેટ રજૂ કરી રહ્યા છે. આ બજેટમાં નાણાંમંત્રી અનેક નિયમોમાં ફેરફાર લાવી શકે છે. તો અનેક યોજનાઓની જાહેરાત પણ કરી રહ્યાં છે. માહિતી પ્રમાણે, વેપારીઓને રાહત આપતા સરકાર આ બજેટમાં દરેક પ્રકારની વેપારી ઓળખ માટે પેન કાર્ડ સંબંધિત નિયમો અને કાયદામાં ફેરફાર કરી શકે છે.
નાણાં મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સરકાર વેપારીઓને જુદાં પ્રકારની મંજૂરી માટે પેનકાર્ડને સિંગલ ડૉક્યૂમેન્ટ તરીકે વાપરવાના નિર્દેશ આ યુનિયન બજેટમાં જાહેર કરી શકે છે. આ માટે નાણાંકીય અધિનિયમ, 2023માં અલગથી જોગવાઈ કરવામાં આવી શકે છે. આથી કોઈપણ વેપારી એકમની પ્રાથમિક ઓળખ તરીકે કાયદાકીય રીતે પેનકાર્ડનો ઉપયોગ કરવામાં આવી શકે છે. આ જોગવાઈથી કોઈ એકમનું પેન કાર્ડના અન્ય ઓળખ પત્ર કે નંબર સાથે જોડાણ શક્ય થઈ શકશે. પછીથી કેન્દ્ર અને રાજ્યોના વિભિન્ન કાયદાઓમાં આને નોંધવામાં આવશે.
ADVERTISEMENT
હકિકતે, નાણાં મંત્રાલયમાં વધારાના રાજસ્વ સચિવની અધ્યક્ષતાવાળી કમિટીએ ડિસેમ્બર મહિનામાં સરકારને પેનકાર્ડના ઉપયોગ સાથે જોડાયેલ મામલે પોતાની ભલામણ સોંપી હતી. કમિટીએ પોતાના રિપૉર્ટમાં કહ્યું હતું કે આ કામ ચરણબદ્ધ રીતે થવું જોઈએ અને સૌથી પહેલા કેન્દ્રીય વિભાગો જેમ કે જીએસટીઆઈએનમાં આની શરૂઆત થવી જોઈએ. દરેક પ્રકારની મંજૂરી, પંજીકરણ અને લાઈસન્સ વગેરે માટે એકમાત્ર દસ્તાવેજ તરીકે પેન કાર્ડનો ઉપયોગ શરૂ કરવા માટે વિભાગોને એક વર્ષનો સમય આપવો જોઈએ.
આ પણ વાંચો : જ્યારે બજેટમાં થઈ હતી મેરિડ અને અનમેરિડ માટે અલગ-અલગ ટેક્સની જોગવાઈ
વેપારી સંગઠનોનું કહેવું છે કે આ સમય કેન્દ્ર અને રાજ્યોના સ્તરે 20 અલગ અલગ ઓળખપત્રોનો ઉપયોગ થાય છે. આમાં જીએસટીઆઈએન, ટીઆઈએન, ટીએએન, ઈપીએફઓ, સીઆઈએન વગેરે સામેલ છે. આમ થવાથી વેપારીઓ પર અનુપાલન સંબંધી બોજ ઘટી જશે અને વેપાર કરવું સુગમ થઈ જશે. એટલું જ નહીં, આથી સરકારને સૂચના જાહેર કરવામાં પણ વધારે સરળતા થશે અને વિભિન્ન એજન્સીઓ તેમ જ વિભાગો વચ્ચેનું પરિચાલન પણ વધી જશે.

