Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સુવેન્દુ અધિકારીના PAની હત્યાના કેસમાં તપાસ-એજન્સીઓએ માર્યો છબરડો

સુવેન્દુ અધિકારીના PAની હત્યાના કેસમાં તપાસ-એજન્સીઓએ માર્યો છબરડો

Published : 22 May, 2026 09:39 AM | IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જે રાજ સિંહની ધરપકડ થઈ એ તો નિર્દોષ નીકળ્યો અસલી શૂટર તો બલિયાનો રાજકુમાર સિંહ છે

રાજ સિંહ, રાજકુમાર સિંહ

રાજ સિંહ, રાજકુમાર સિંહ


પશ્ચિમ બંગાળમાં BJPની જીત પછી સુવેન્દુ અધિકારીના પર્સનલ અસિસ્ટન્ટ ચંદ્રનાથ રથની હત્યા થઈ હતી. આ કેસમાં તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે એમ કેસ વધુ ગૂંચવાતો જાય છે. હાઈ પ્રોફાઇલ મર્ડર-કેસમાં એક મોટી ગરબડ થઈ હોવાનું તપાસ એજન્સીઓએ જાહેર કર્યું હતું. એ ગરબડ એક નામને કારણે થઈ હતી.

૧૧ મેએ કલકત્તા પોલીસે અયોધ્યાની પોલીસની મદદથી રાજ સિંહ નામની એક વ્યક્તિને પકડી હતી. આ પહેલાં પોલીસ બક્સરમાંથી બે આરોપીઓ વિકી મૌર્ય અને મયંક મિશ્રાને પકડી ચૂકી હતી. તેમની પૂછપરછમાં જ રાજ સિંહનું નામ સામે આવ્યું હતું. તપાસ-એજન્સીઓને પણ ખબર પડી કે આ જ શૂટર છે જેણે શૂટઆઉટમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. પોલીસે બહુ જ ઝડપથી રાજ સિંહની ધરપકડ કરી લીધી. જોકે પૂછપરછ દરમ્યાન સમજાયું કે આ જે માણસને પકડ્યો છે એ ખોટો છે. તેની સામેના કોઈ પુરાવા નહોતા મળી રહ્યા કે તે એ સમયે ત્યાં હાજર હતો. 



બે દિવસ પહેલાં આ કેસમાં ચોથી વ્યક્તિને પકડવામાં આવી હતી. આ ધરપકડ રાજકુમાર સિંહની હતી. આ ધરપકડ પછી ગરબડ શું હતી એ સામે આવ્યું. અસલી શૂટર રાજ સિંહ નહીં, રાજકુમાર સિંહ છે. રાજકુમારને તેની ટોળકીમાં લોકો રાજ સિંહ તરીકે ઓળખતા હોવાથી તપાસ-એજન્સીઓ ભ્રમમાં પડી હતી અને ખોટી વ્યક્તિને ઉઠાવી લીધી હતી. રાજકુમાર સિંહે જ ચંદ્રનાથ રથ સામે ગોળીઓ ચલાવી હતી. જોકે એની પાછળનો હેતુ હજી સુધી સામે નથી આવ્યો. શું પૉલિટિકલ દુશ્મની હતી? કોઈ વેપારી વિવાદ હતો કે પછી કોઈ અલગ ઍન્ગલ? 


Whatsapp-channel Whatsapp-channel

22 May, 2026 09:39 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK