પાકિસ્તાન સામે ઑપરેશન સિંદૂરમાં આપણાં સશસ્ત્ર દળોએ મેળવેલી સફળતાને સન્માનિત કરાઇ
તિરંગા યાત્રા
પાકિસ્તાન સામે ઑપરેશન સિંદૂરમાં આપણાં સશસ્ત્ર દળોએ મેળવેલી સફળતાને સન્માનિત કરવા ગઈ કાલે દેશમાં ઠેર-ઠેર તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.

ADVERTISEMENT
ધારીના હિમખીમડીપરામાં ગેરકાયદે મદરેસા પર ફરી વળ્યું બુલડોઝર

ગુજરાતમાં ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી ચાલી રહી છે જેમાં ગઈ કાલે અમરેલી જિલ્લાના ધારીના હિમખીમડીપરા ખાતે ગેરકાયદે મદરેસા પર બુલડોઝર ફેરવી એનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું.
અમ્રિતસરમાં ઝેરી દારૂ પીવાથી ૨૧ લોકોનાં મોત
પંજાબના અમ્રિતસર જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી ૨૧ લોકોનો જીવ જવાથી હાહાકાર મચી ગયો છે. પોલીસતપાસમાં જાણવા મળ્યું છે કે ઝેરી દારૂ બનાવવા માટે મોટી માત્રામાં મિથેનોલ ઑનલાઇન ખરીદવામાં આવ્યું હતું.
અમેરિકામાં બે ભારતીય વિદ્યાર્થીઓનાં કાર-અકસ્માતમાં મોત, એક ગુજરાતી
અમેરિકાના પેન્સિલ્વેનિયા રાજ્યમાં એક ગમખ્વાર અકસ્માતમાં બે ભારતીય વિદ્યાર્થીઓનાં મોત થઈ ગયાં. આ દુર્ઘટના શનિવાર સવારે બની હતી. તેમની કાર બેકાબૂ થઈને ઝાડ સાથે ટકરાયા બાદ પુલ સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં ગુજરાતના માનવ પટેલ (૨૦ વર્ષ) અને સૌરવ પ્રભાકર (૨૩ વર્ષ) નામના બે વિદ્યાર્થીઓના જીવ ગયા હતા. બન્ને વિદ્યાર્થી ક્લીવલૅન્ડ સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા હતા. અન્ય ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાની માહિતી મળતાં જ ભારતીય દૂતાવાસે ન્યુ યૉર્કની આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું.


