પાણી કાઢવા માટે પમ્પ બેસાડ્યા બાદ ત્રણેય જણના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - મિડ જર્ની)
દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્રનગરમાં રાવ’સ IAS સ્ટડી સર્કલના બેઝમેન્ટમાં પાણી ભરાતાં એમાં ડૂબી જતાં ૩ વિદ્યાર્થીઓનાં મોત થયા બાદ ગઈ કાલે રાજસ્થાનના જયપુરમાં એક સગીર સહિત ત્રણ જણનાં પોતાના ઘરના બેઝમેન્ટમાં વરસાદનાં પાણી ભરાઈ જતાં મૃત્યુ થયાં હતાં. બેઝમેન્ટનો પૅસેજ સાંકડો અને ઊંડો હોવાથી ઘરવાળાઓને બહાર નીકળવામાં તકલીફ થઈ હતી. બેઝમેન્ટમાં પાણી ભરાવાનું શરૂ થયું કે તરત જ રહેવાસીઓએ પોતાનો સામાન હટાવવાનું શરૂ કર્યું હતું જેમાં ત્રણ જણ પાણીમાં અટવાઈ ગયા હતા. પાણી કાઢવા માટે પમ્પ બેસાડ્યા બાદ ત્રણેય જણના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જયપુરમાં ૧૭૩ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.

