ઍર-ક્વૉલિટી મૅનેજમેન્ટ કમિશનની નાકામી પર ફટકાર આપી
સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર
દિલ્હીમાં ઍર-પૉલ્યુશનના કેસમાં સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે ગઈ કાલે કમિશન ફૉર ઍર-ક્વૉલિટી મૅનેજમેન્ટ (CAQM)ની ઝાટકણી કાઢી હતી અને સવાલ કર્યો હતો કે તમે એક પણ એવો નિર્દેશ બતાવો જેમાં તમે ઍર-ક્વૉલિટી સુધારવાના નિયમનું પાલન કર્યું હોય. દિલ્હીમાં પ્રદૂષણની પરિસ્થિતિ કોઈથી છુપાવી શકાય એમ નથી. જસ્ટિસ અભય ઓક અને જસ્ટિસ એ. જી. મસીહની બેન્ચે સુનાવણી વખતે કહ્યું હતું કે ‘એક પણ નિયમનું પાલન કરવામાં આવ્યું નથી. શું કમિટીઓ બનાવવામાં આવી હતી? શું તમે કાયદા હેઠળ નિયમોનું પાલન કરાવવા માટે એક પણ પગલું ઉઠાવ્યું હતું?’
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ‘બધું કાગળ પર જ છે, તમે મૂકદર્શક છો. કમિશનની બેઠક પણ ત્રણ મહિને એક વાર લેવામાં આવે છે. તમે હરિયાણા અને પંજાબમાં પરાળી બાળવાની ઘટનાઓ રોકવા માટે પગલાં લીધાં નથી.’