રવિવારે જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં પોલીસ પર આતંકવાદીઓ જીવલેણ હુમલો કર્યો છે.
પ્રતીકાત્મક તસવીર
રવિવારે જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં પોલીસ પર આતંકવાદીઓ જીવલેણ હુમલો કર્યો છે. શ્રીનગરના ખાનયાર વિસ્તારમાં થયેલા આ હુમલામાં એક પોલીસ ઈસ્પેક્ટરને ઘણી ગોળીઓ વાગી છે. ઈજાગ્રસ્ત થયા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
મળતી માહિતી મુજબ આતંકીઓએ પોલીસ પાર્ટીને ટાર્ગેટ કરી છે. હુમલો કર્યાના તુરંત બાદ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને સર્ચ અભિયાન શરૂ કરી દીધું છે. છેલ્લાં કેટલાંય સમયથી જમ્મુ-કશ્મીરમાં આતંકીઓ પોતાની ગતિવિધિઓને અંજામ આપી રહ્યાં છે.
ADVERTISEMENT
#UPDATE | Police officer Arshid Ashraf who was shot at by terrorists in Khanyar succumbs to his injuries: Jammu & Kashmir Police
— ANI (@ANI) September 12, 2021
જમ્મુ-કાશ્મીરમાં આંતકીઓનો ત્રાસ વધી રહ્યો છે. ક્યારેક સ્થાનીય નેતાઓને ટાર્ગેટ કરીને તેની હત્યા કરે છે તો ક્યારેક સેના અને પોલીસના જવાનો પર પણ એટેક કરે છે. સેના પણ સામે જડબાતોડ વળતો જવાબ આપી રહી છે.
આ સાથે જ ગયા મહીનાના અંતમાં દેશની ખાનગી એજન્સીઓએ 15 દિવસમાં જ આતંકી હુમલાના 10થી વધારે એલર્ટ જાહેર કર્યા હતા. તમામ એલર્ટમાં POK ના આધારે જમ્મુ-કાશ્મીરમાં ઘૂસપેઠ કરવા અને આતંકી હુમલાની આશંકા દર્શાવવામાં આવી હતી.


