Tamil Nadu News: તાજેતરમાં જ શ્રીલંકાની નૌકાદળ દ્વારા આ 18 માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી. આજે તેઓ ફરી દેશમાં આવ્યા હતા.
માછીમારો માટે વપરાયેલી પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- 18 માછીમારો કોલંબોથી વિમાન દ્વારા દેશમાં પહોંચ્યા હતા
- ડેલ્ફ્ટ દ્વીપ પાસે માછીમારી કરી રહ્યા હતા ત્યારે ધરપકડ કરાઇ હતી
- 2023માં શ્રીલંકન નેવીએ આપણા 243 માછીમારોને પકડીને બંદી બનાવી લીધા હતા
આજે દેશના તામિલનાડુ (Tamil Nadu News)માંથી એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર 18 કેદ ભારતીય માછીમારોને હવે જ છોડવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ શ્રીલંકાની નૌકાદળ દ્વારા આ 18 માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી. હવે એવા સમાચાર સામે આવ્યા છે કે તેઓ મંગળવારે સ્વદેશ પરત ફર્યા છે. આ દેશ માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય.
કઈ રીતે માછીમારો દેશમાં પહોંચ્યા?
ADVERTISEMENT
પ્રાપ્ત માહિતી અનુસાર આ 18 માછીમારો કોલંબોથી વિમાન દ્વારા દેશમાં પહોંચ્યા હતા. આ સાથે જ તમિલનાડુ (Tamil Nadu News) ફિશરીઝ વિભાગના અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના કેટલાક અધિકારીઓએ તેમનું દિલથી દેશમાં સ્વાગત કર્યું હતું.
શા માટે આ માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી?
Tamil Nadu News: આ 18 માછીમારો પાક ખાડી વિસ્તારમાં ડેલ્ફ્ટ દ્વીપ પાસે માછીમારી કરી રહ્યા હતા. જ્યારે તેઓ માછીમારી કરતાં હતા તે જ સમયે શ્રીલંકાની સેના ત્યાં પહોંચી ગઈ હતી અને તેઓએ આપણા 18 માછીમારોને સરહદ પાર કરવાના આરોપમાં પકડી પાડ્યાં હતા અને તેઓને જેલમાં કેદ કર્યા હતા.
તમને જણાવી દઈએ કે શ્રીલંકન નૌકાદળ દ્વારા ગયા મહિને દરિયાઈ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આ 18 માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં બંધ કરવામાં આવ્યા હતા.
અધિકારીઓએ આ મામલે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આ મહિનાની શરૂઆતમાં સ્થાનિક અદાલતે તેમની મુક્તિનો આદેશ આપ્યા બાદ તેમને ત્યાં એક કેમ્પમાં રાખવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે માછીમારો માટે વાહનોની વ્યવસ્થા કરી હતી જેના દ્વારા તેઓ રોડ માર્ગે રામનાથપુરમ જવા નીકળ્યા હતા.
પીએમ મોદીને પણ પત્ર લખીને વિનંતી કરવામાં આવી હતી
તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યના સીએમ સ્ટાલિને ત્રણ દિવસ પહેલા પીએમ મોદીને પત્ર લખીને ધરપકડ કરાયેલા માછીમારોને અને તેમની બોટને છોડાવવા માટે પત્ર લખ્યો હતો. વડા પ્રધાન મોદીને લખેલા તેમના પત્રમાં મુખ્ય પ્રધાન સ્ટાલિને પત્રમાં જણાવ્યું હતું કે, "હું શ્રીલંકાના સત્તાવાળાઓ દ્વારા તમિલ માછીમારો અને તેમની બોટોને પકડવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો કરવા અંગે મારી ઊંડી ચિંતા વ્યક્ત કરવા માટે લખી રહ્યો છું. આ મુદ્દો આજીવિકાના અધિકારને ગંભીર અસર કરે છે. કારણ કે સમુદાયોએ આ માછીમારીના પાણીનો પેઢીઓથી ઉપયોગ કર્યો છે."
શ્રીલંકન સેના દ્વારા અવારનવાર દેશના માછીમારોને બંદી બનાવવામાં આવતા હોય છે. જો વર્ષ 2023ની વાત કરવામાં આવે તો શ્રીલંકન નેવીએ આપણા 243 માછીમારોને પકડીને બંદી બનાવી લીધા હતા. તાજેતરમાં 4 ફેબ્રુઆરીએ શ્રીલંકન નેવીએ રામેશ્વરમ (Tamil Nadu News)માંથી 23 માછીમારોની ધરપકડ કરી હતી, તેટલું જ નહીં માછીમારોની બે બોટ પણ જપ્ત કરી લીધી હતી.