Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિન પરાજિત

તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિન પરાજિત

Published : 05 May, 2026 02:18 PM | IST | Tamil Nadu
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તામિલનાડુના મુખ્ય પ્રધાન અને દ્રવિડ મુન્નેત્ર કઝઘમ (DMK)ના વડા એમ. કે. સ્ટૅલિન તેમની કોલાથુર બેઠક પર ચૂંટણી હારી ગયા છે

જબરી શિકસ્ત મળ્યા પછી તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિન DMKના હેડક્વૉર્ટર પર પહોંચ્યા ત્યારે સન્નાટો છવાઈ ગયો હતો.

જબરી શિકસ્ત મળ્યા પછી તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિન DMKના હેડક્વૉર્ટર પર પહોંચ્યા ત્યારે સન્નાટો છવાઈ ગયો હતો.


તામિલનાડુના મુખ્ય પ્રધાન અને દ્રવિડ મુન્નેત્ર કઝઘમ (DMK)ના વડા એમ. કે. સ્ટૅલિન તેમની કોલાથુર બેઠક પર ચૂંટણી હારી ગયા છે. આ બેઠક પરથી તેઓ ૨૦૧૧, ૨૦૧૬ અને ૨૦૨૧માં સતત જીતતા રહ્યા હતા. આ વખતે તેમને વિજયની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK)ના  ઉમેદવાર અને સ્ટૅલિનના લાંબા સમયથી સાથી રહેલા વી. એસ. બાબુએ હરાવ્યા હતા.

વી. એસ. બાબુ અગાઉ DMK સાથે જોડાયેલા હતા અને ૨૦૧૧માં કોલાથુર બેઠક માટે સ્ટૅલિનના ચૂંટણી પ્રભારી હતા. બાદમાં તેઓ પાર્ટી છોડીને ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કઝઘમ (AIADMK)માં જોડાયા હતા અને પછી ૨૦૨૬ની ૭ ફેબ્રુઆરીએ TVKમાં જોડાયા હતા, જ્યાં તેમણે ચૂંટણી લડીને આ જંગી જીત મેળવી હતી.



એમ. કે. સ્ટૅલિનને તામિલનાડુના રાજકારણમાં એક અનુભવી નેતા માનવામાં આવે છે. તેઓ પાંચ વખત મુખ્ય પ્રધાન રહેલા એમ. કરુણાનિધિના પુત્ર છે અને ૨૦૧૮માં તેમના મૃત્યુ પછી તેમણે DMKની કમાન સંભાળી હતી. કોલાથુર વિધાનસભા બેઠક ૨૦૧૧માં વિલ્લિવાક્કમ અને પુરાસાવક્કમના ભાગોને જોડીને બનાવવામાં આવી હતી અને ત્યારથી સ્ટૅલિન આ બેઠક પર જીતતા રહ્યા હતા. પહેલી વાર તેઓ પરાજિત થયા છે.


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2026 02:18 PM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK