અગાઉ બ્લિન્કને ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે પણ ઉપરોક્ત વિષયો ઉપરાંત કોરોના રોગચાળા સંબંધી મુદ્દા પર વ્યાપક ચર્ચાઓ કરી હતી.
અમેરિકાના વિદેશ પ્રધાનની અજિત ડોવલ સાથે મંત્રણા
ભારતના પ્રવાસે આવેલા અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કને ગઈ કાલે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલ સાથે મંત્રણામાં દ્વિપક્ષી સંબંધોને વધુ ઉચ્ચ સ્તરે લઈ જવાના પગલાંની ચર્ચા કરી હતી. એક કલાકની ચર્ચામાં અફઘાનિસ્તાનમાં બદલાતી સ્થિતિ તેમ જ ઇન્ડોપેસિફિક રીજનના માહોલનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત આંતરિક સુરક્ષા, સીમાવર્તી સંરક્ષણ, આર્થિક બાબતો અને ટેક્નૉલૉજી સેક્ટરના વિષયો પર પણ મંત્રણા કરવામાં આવી હતી. અગાઉ બ્લિન્કને ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે પણ ઉપરોક્ત વિષયો ઉપરાંત કોરોના રોગચાળા સંબંધી મુદ્દા પર વ્યાપક ચર્ચાઓ કરી હતી.