મહિલાની પરવાનગી વિના તસવીર ન લઈ શકાય એવું નથી. મહિલાની કોઈ અંગત ક્ષણોની વાત હોય ત્યારે જ સહમતી જરૂરી છે.’
સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોઈ મહિલાની સહમતી વિના તેનો ફોટો પાડવો કે વિડિયો બનાવવો એ કોઈ ગુનો નથી; હા, એ વખતે મહિલા પ્રાઇવેટ કામ ન કરી રહી હોય એ જરૂરી છે.’
ઇન્ડિયન પીનલ કોડની ધારા 354C અંતર્ગત તાકઝાક કરવાનું અપરાધ નથી મનાતું. આ નિયમ અંતર્ગત જસ્ટિસ એન. કોટિશ્વર સિંહ અને જસ્ટિસ મનમોહનની બેન્ચે એક પુરુષને નિર્દોષ જાહેર કર્યો હતો. આ પુરુષ પર એક મહિલાએ તેની પરવાનગી વિના વિડિયો પાડ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે આનાથી તેની પ્રાઇવસીમાં દખલ થઈ હતી. ૨૦૨૦ની ૧૮ માર્ચે મહિલાએ પોતાના દોસ્ત અને કેટલાક કામ કરનારાઓ સાથે આરોપી પુરુષની પ્રૉપર્ટીમાં ઘૂસવાની કોશિશ કરી ત્યારે તેને અંદર જતી રોકવામાં આવી હતી. આરોપીએ તેની સહમતી વિના આ ઘટનાના ફોટો અને વિડિયો લીધા હતા અને પછી એ વિડિયો લીક કરવાની ધમકી આપી હતી. આ ઘટનાની ફરિયાદ પછી પોલીસે આરોપી સામે ચાર્જશીટ ફાઇલ કરી હતી, પરંતુ કલકત્તાની હાઈ કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પણ હાઈ કોર્ટના એ નિર્ણયને સમર્થન આપ્યું હતું અને આરોપી સામેનો ક્રિમિનલ કેસ રદ કરતાં કહ્યું હતું કે ‘એવું સાફ રીતે સમજી શકાય છે કે લખેલી ફરિયાદમાં તસવીરો અને વિડિયો લેવાનો આરોપ કોઈ અપરાધ જણાતો નથી. મહિલાની પરવાનગી વિના તસવીર ન લઈ શકાય એવું નથી. મહિલાની કોઈ અંગત ક્ષણોની વાત હોય ત્યારે જ સહમતી જરૂરી છે.’


