° °

આજનું ઇ-પેપર
Wednesday, 23 June, 2021


રાધાને સેક્સી કહેવા બદલ સુષમા સ્વરાજ થઈ ગયાં ગુસ્સે

09 November, 2012 05:23 AM IST |

રાધાને સેક્સી કહેવા બદલ સુષમા સ્વરાજ થઈ ગયાં ગુસ્સે

રાધાને સેક્સી કહેવા બદલ સુષમા સ્વરાજ થઈ ગયાં ગુસ્સેથોડા દિવસ પહેલાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ના એક સૉન્ગમાં રાધાને સેક્સી કહેવા બદલ બીજેપીનાં નેતા અને લોકસભામાં વિપક્ષનાં નેતા સુષમા સ્વરાજ પણ નારાજ થયાં છે. તેમણે ફિલ્મ ‘ઓહ માય ગૉડ’માં પણ હિન્દુ દેવી-દેવતાઓને અપમાનજનક રીતે રજૂ કરવા બદલ નારાજગી વ્યક્ત કરી છે. દિલ્હીમાં આરએસએસ દ્વારા ગૌરક્ષાને મુદ્દે આયોજિત કાર્યક્રમ દરમ્યાન સુષમા સ્વરાજે કહ્યું હતું કે સંસદના આગામી શિયાળુ સત્રમાં તેઓ ફિલ્મોમાં હિન્દુ દેવી-દેવતાઓના અપમાનનો મુદ્દો ઉઠાવશે. સ્વરાજે કહ્યું હતું કે મને એવી ખબર પડી છે કે આ બન્ને ફિલ્મોમાં હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડવામાં આવી છે.

‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ના સૉન્ગ સામે વાંધો લેતાં સુષમા સ્વરાજે કહ્યું હતું કે ફિલ્મ કે સૉન્ગમાં માત્ર હિન્દુ દેવી-દેવતાઓનાં જ નામ કેમ આવે છે? તેમણે ફિલ્મના એક સીનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે રાધાને નાચતા આવડતું નથી હોતું અને તેને ડાન્સ ફ્લોર પર આવવાનું આમંત્રણ અપાય છે. એ પછી સૉન્ગમાં એક કડી આવે છે, ‘રાધા લાઇક્સ ટુ મૂવ ધેટ સેક્સી રાધા બૉડી.’ સ્વરાજે કહ્યું હતું કે આવી પંક્તિઓ દ્વાર ફિલ્મસર્જકો શું કહેવા માગે છે? સુષમા સ્વરાજે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ‘જાણીજોઈને ફિલ્મોમાં રાધા અને કૌશલ્યા જેવાં નામોનો ઉલ્લેખ કરવામાં આવે છે અને હિન્દુઓની આસ્થાને હાનિ પહોંચાડવામાં આવે છે, કારણ કે આપણે એ સહન કરી લઈએ છીએ.’ સ્વરાજે એમ પણ કહ્યું હતું કે અન્ય પાર્ટીના સંસદસભ્યોએ મને ખાતરી આપી છે કે જો તેઓ આ મુદ્દો ઉઠાવશે તો તેઓ એને સપોર્ટ કરશે.

કેમ માત્ર હિન્દુ દેવી-દેવતાઓ જ ટાર્ગેટ? : સુષમા

આરએસએસના ફંક્શનમાં સુષમા સ્વરાજે કહ્યું હતું કે ફિલ્મોમાં જાણીજોઈને રાધા અને કૌશલ્યા જેવાં નામોનો ઉલ્લેખ કરવામાં આવે છે અને વારંવાર એને ખોટા સંદર્ભ સાથે રજૂ કરવામાં આવે છે. હિન્દુ આસ્થા પર એટલા માટે વારંવાર પ્રહાર થાય છે, કારણ કે આપણે એ સહન કરી લઈએ છીએ. આ પહેલાં રાષ્ટ્રીય ગોધન મહાસભાના સંત જ્ઞાનેશ્વર મહારાજે પણ બન્ને ફિલ્મોમાં હિન્દુ

દેવી-દેવતાઓના અપમાન સામે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે વૃંદાવનમાં યોજાનાર સંતોના સંમેલનમાં આ વિશે ચર્ચા કરીને વિરોધની રૂપરેખા નક્કી કરવામાં આવશે.

09 November, 2012 05:23 AM IST |

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

આગામી ચૂંટણીની રણનીતિને લઈ શરદ પવાર સાથે પ્રશાંત કિશોરની ત્રીજી બેઠક

રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરે બુધવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવાર સાથે ત્રીજી વાર બેઠક મળી હતી.

23 June, 2021 05:53 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

ભાગેડુ માલ્યા, ચોકસી અને નીરવ મોદીની 9371 કરોડ સંપત્તિ સરકારી બેંકોમાં ટ્રાન્સફર

ભાગેડુ ઉદ્યોગપતિઓ વિજય માલ્યા, મેહુલ ચોકસી અને નીરવ મોદીની 9,371 કરોડ સંપત્તિને સરકારી બેંકોમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.

23 June, 2021 03:39 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

સાવધાન! દેશમાં ડેલ્ટા વેરિઅન્ટનો પગ પેસારો, ત્રીજી લહેરમાં મચાવી શકે છે કહેર

દેશમાં ડેલ્ટા વેરિઅન્ટનો પગ પેસારો થયો છે. આ ઘાતકી ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ ત્રીજી લહેરમાં મચાવી હાહાકાર મચાવી શકે છે.

23 June, 2021 02:23 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK