Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Suraj Revanna Arrested: સેકસ સ્કેન્ડલ કેસના આરોપી પ્રજ્વલ રેવન્નાના ભાઈ સૂરજની થઈ ધરપકડ, પાર્ટી વર્કર સાથે...

Suraj Revanna Arrested: સેકસ સ્કેન્ડલ કેસના આરોપી પ્રજ્વલ રેવન્નાના ભાઈ સૂરજની થઈ ધરપકડ, પાર્ટી વર્કર સાથે...

Published : 23 June, 2024 12:37 PM | IST | Karnataka
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Suraj Revanna Arrested: CEN પોલીસ સ્ટેશનમાં તેની રાત્રે પૂછપરછ કરીને તપાસ કરવામાં આવી હતી. યુવકનું યૌન શોષણ કર્યાંનો આરોપ મુકાયો છે

ધરપકડની પ્રતીકાત્મક તસવીર

ધરપકડની પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. રજ રેવન્નાએ 27 વર્ષના યુવક ચેતન કેએસનું યૌન શોષણ કર્યું હતું
  2. શનિવારે મોડી સાંજે સૂરજ રેવન્નાની વિરુદ્ધ વિવિધ IPC કલમ હેઠળ ગુનો નોંધાયો
  3. પાર્ટીના કાર્યકર સાથે ગેરવર્તન કર્યા બાદ હવે તેની ધરપકડ થઈ છે

સેકસ સ્કેન્ડલ કેસમાં પ્રજ્વલ રેવન્નાનું નામ તો ચર્ચિત હતું જ હવે જનતા દળ-સેક્યુલર નેતા સૂરજ રેવન્નાની સુદ્ધાં ધરપકડ (Suraj Revanna Arrested) કરી લેવામાં આવી છે. સૂરજ એ પ્રજ્વલ રેવન્નાનો ભાઈ છે. તમને ખબર જ છે એમ પ્રજ્વલ રેવન્ના પર યૌન શોષણનો આરોપ છે. એક જ નહીં પણ તેની પર તો અનેક મહિલાઓના યૌન શોષણનો આરોપ છે. આ વચ્ચે હવે સૂરજ રેવન્નાની ધરપકડ કરવામાં આવી છે.


આ ગુનો નોંધવામાં આવ્યો છે



ગઇકાલે સૂરજ રેવન્ના પર આ ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેના પર અનેક ગુનાઑ સહિત આઈપીસીની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ સાથે જ મળતી માહિતી અનુસાર એની ધરપકડ કરવામાં આવે એની પહેલા અહીંના CEN પોલીસ સ્ટેશનમાં સૂરજ રેવન્નાની રાત્રે પૂછપરછ કરીને તપાસ (Suraj Revanna Arrested) કરવામાં આવી હતી.


૨૭ વર્ષીય યુવકનું યૌન શોષણ કર્યાનો આરોપ

એવી ચોંકાવનારી માહિતી સામે આવી છે કે જનતા દળ-સેક્યુલર નેતા સૂરજ રેવન્નાએ 27 વર્ષના યુવક ચેતન કેએસનું યૌન શોષણ કર્યું હતું.  આ યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે સૂરજ રેવન્નાએ 16 જૂને ઘનીકડા સ્થિત તેના ફાર્મહાઉસમાં તેની સાથે યૌન શોષણ કર્યું હતું. આ જ ફરિયાદના આધારે હોલેનરસીપુરા પોલીસે શનિવારે મોડી સાંજે સૂરજ રેવન્નાની વિરુદ્ધ IPC કલમ 377 (અકુદરતી અપરાધ), 342 (ખોટી રીતે કેદ) અને 506 (ગુનાહિત ધાકધમકી) હેઠળ કેસ દાખલ કર્યો છે.


પીડિત યુવકે વર્ણવી પોતાની સાથે થયેલ શોષણની શરમજનક ઘટના 

ફરિયાદીએ જણાવ્યું હતું કે, ઇનકાર કર્યો હોવા છતાં સુરજે તેના કપડા ઉતાર્યા હતા અને એની સાથે અકુદરતી સેક્સ કર્યું હતું. તેટલું જ નહીં સુરજે તેને ધમકી પણ આપી હતી. વળી જ્યારે ફરિયાદીએ શિવકુમારને આખી ઘટના વિશે જણાવ્યું હતું ત્યારે તેઓએ સૂરજને નોકરી અને પૈસાનું વચન આપીને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો. વળી આ મુદ્દે જો મોઢું ખોલવામાં આવશે તો તેના પરિવારને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

આ જ મામલે ગઇકાલે સાંજે હોલેનરસીપુરા પોલીસે આઈપીસીની કલમ 377 હેઠળ સૂરજ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી. પીડિત યુવકની ફરિયાદના આધારે હવે સૂરજ રેવન્નાની ધરપકડ કરી (Suraj Revanna Arrested) લેવામાં આવી છે.

આખી રાત તપાસ થઈ, પીડિતની થશે મેડિકલ તપાસ 

એવા પણ અહેવાલ સામે આવ્યા છે કે પીડિત યુવકને મેડિકલ તપાસ માટે બેંગલુરુ લઈ જવામાં આવ્યો છે. શનિવારે સૂરજ રેવન્ના વિરુદ્ધ પાર્ટીના કાર્યકર સાથે ગેરવર્તન કરવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે ધરપકડ (Suraj Revanna Arrested) પહેલા સૂરજની અહીં CEN પોલીસ સ્ટેશનમાં આખી રાત પૂછપરછ કરીને ખૂલસાઓ કરવામાં આવ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

23 June, 2024 12:37 PM IST | Karnataka | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK