Stray Dog Case: દિલ્હી-એનસીઆરમાં રખડતા કૂતરાઓને સ્થળાંતર કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે વિરોધ પ્રદર્શનો બાદ ત્રણ ન્યાયાધીશોની નવી સુપ્રીમ કોર્ટ બેન્ચ આજે ‘સુઓ મોટો કેસ’ની સુનાવણી કરશે
‘રખડતા કૂતરા કેસ’માં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે
દિલ્હી-એનસીઆર (Delhi-NCR)માં રખડતા કૂતરાઓને સંપૂર્ણપણે "દૂર" કરવાના અગાઉના નિર્દેશ પર વ્યાપક રોષને પગલે સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ ગુરુવાર, ૧૪ ઓગસ્ટના રોજ રખડતા કૂતરાના મામલાની સુનાવણી માટે ત્રણ ન્યાયાધીશોની બેન્ચની રચના કરી છે. મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈ (B R Gavai) સમક્ષ ખુલ્લી અદાલતમાં આ મામલો રજૂ થયાના થોડા કલાકો પછી આ મામલો સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો.
દિલ્હી-એનસીઆરમાં રખડતા કૂતરાઓના સ્થળાંતર અંગેના સુપ્રીમ કોર્ટ ના ચુકાદા બાદ દેશભરમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો બાદ (Stray Dog Case), સુપ્રીમ કોર્ટની નવી ત્રણ ન્યાયાધીશોની બેન્ચ આજે સુઓ મોટો કેસની સુનાવણી કરશે.
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટની નવી 3-જજોની બેન્ચ આજે ‘રખડતા કૂતરા કેસ’ની સુનાવણી કરશે. ન્યાયાધીશ વિક્રમ નાથ (Vikram Nath), સંદીપ મહેતા (Sandeep Mehta) અને એન.વી. અંજારિયા (N V Anjaria)ની બનેલી બેન્ચ આ મામલાની સુનાવણી કરશે.
ન્યાયાધીશ જે.બી. પારડીવાલા (J B Pardiwala) અને ન્યાયાધીશ આર. મહાદેવન (R Mahadevan)ની બનેલી બેન્ચે ૧૧ ઓગસ્ટના રોજ તમામ રખડતા કૂતરાઓને શેરીઓમાંથી આશ્રયસ્થાનોમાં કાયમી રીતે સ્થાનાંતરિત કરવાના નિર્દેશો પસાર કર્યા હતા.
જ્યારે રખડતા કૂતરા સંબંધિત બીજા કેસમાં કેટલાક અરજદારોએ ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ સમક્ષ ૧૧ ઓગસ્ટના ચુકાદાનો ઉલ્લેખ કરતી વખતે તેમની અરજીનો ઉલ્લેખ કર્યો, ત્યારે તેમણે કહ્યું કે તેઓ ‘તેની તપાસ કરશે’.
૧૧ ઓગસ્ટના રોજ, ન્યાયાધીશ પારડીવાલા અને મહાદેવનની બેન્ચે કહ્યું કે, કૂતરા કરડવાના કિસ્સાઓ ખૂબ જ ગંભીર સમસ્યા બની ગયા છે અને આદેશ આપ્યો કે દિલ્હી-એનસીઆરમાં તમામ રખડતા કૂતરાઓને શક્ય તેટલી વહેલી તકે કાયમી ધોરણે ખસેડવામાં આવે.
બુધવારે, વકીલે મે ૨૦૨૪માં ન્યાયાધીશ જે કે મહેશ્વરી (J K Maheshwari)ની આગેવાની હેઠળની બેન્ચ દ્વારા રખડતા કૂતરાઓના મુદ્દાને લગતી અરજીઓ સંબંધિત ઉચ્ચ અદાલતોમાં મોકલવાના આદેશનો ઉલ્લેખ કર્યો હતો. કોન્ફરન્સ ફોર હ્યુમન રાઇટ્સ – ઇન્ડિયા (Conference for Human Rights - India) દ્વારા કરવામાં આવેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે પશુ જન્મ નિયંત્રણ – કૂતરો (Animal Birth Control - Dog) નિયમો, 2001, જે રખડતા કૂતરાઓની વધતી વસ્તી ઘટાડવા માટે નિયમિત નસબંધી અને રસીકરણ કાર્યક્રમો ફરજિયાત કરે છે, તેનું પાલન કરવામાં આવી રહ્યું નથી.
૧૧ ઓગસ્ટના પોતાના ચુકાદામાં, સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું હતું કે, સમય જતાં કૂતરાઓના આશ્રયસ્થાનોમાં વધારો કરવો પડશે અને દિલ્હી (Delhi)ના અધિકારીઓને છ થી આઠ અઠવાડિયામાં લગભગ ૫,૦૦૦ કૂતરાઓના આશ્રયસ્થાનો બનાવવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત, બેન્ચે ચેતવણી આપી હતી કે જો કોઈ વ્યક્તિ અથવા સંસ્થા સ્થળાંતર અભિયાનમાં કોઈપણ પ્રકારનો અવરોધ ઉભો કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જેના કારણે કોર્ટને તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવાની ફરજ પડી શકે છે.


