Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સોનિયા ગાંધીને જ્યારે ડૉક્ટરોએ કહેલું કે સમય ગુમાવવાનું જરાય પોસાય એમ નથી

સોનિયા ગાંધીને જ્યારે ડૉક્ટરોએ કહેલું કે સમય ગુમાવવાનું જરાય પોસાય એમ નથી

Published : 12 November, 2026 07:21 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંસ્મરણોમાં ખુલાસો કર્યો ૨૦૧૦ની બ્રેસ્ટ-કૅન્સરની સર્જરીનો, લખ્યું છે કે હું હચમચી ગઈ હતી અને ચિંતિત હતી

સોનિયા ગાંધી

સોનિયા ગાંધી


સોનિયા ગાંધીએ તેમના સંસ્મરણ ‘બિલૉન્ગિંગ: અ જર્ની ઑફ લવ’માં ખુલાસો કર્યો છે કે ૨૦૧૦માં તેમણે બ્રેસ્ટ-કૅન્સરની સર્જરી કરાવી હતી. આ સંદર્ભમાં તેમણે લખ્યું હતું કે હું હચમચી ગઈ હતી અને ચિંતિત હતી.

સોનિયા ગાંધીએ પોતાના સ્વાસ્થ્ય વિશે જાહેરમાં બહુ ઓછી વાત કરી છે પણ તેમનાં સંસ્મરણોમાં તેમણે અવારનવાર થતી અસ્થમાની તકલીફ, અૅલર્જી અને પેટની સમસ્યાની વાત લખી છે. તેમને બ્રેસ્ટ-કૅન્સરનું નિદાન થયું એ પહેલાં તેમને સ્વાસ્થ્યને લગતી કોઈ ગંભીર સમસ્યા નહોતી. તેમણે એ બાબતનો પણ ઉલ્લેખ કર્યો છે કે કેવી રીતે જાહેર જીવન અને રાજકારણનાં દબાણોને કારણે તેમની પેટની તકલીફો વધુ વકરી હતી.
કૅન્સરનું નિદાન થયા બાદની ઘટનાનો ઉલ્લેખ કરતાં સોનિયા ગાંધીએ લખ્યું છે, ‘હું અંદરથી હચમચી ગઈ હતી અને ચિંતિત હતી; મને કહેવામાં આવ્યું કે જરાય સમય ગુમાવવો પોસાય એમ નથી અને મારા મનમાં સંભવિત ભયાનક પરિણામોના વિચારો દોડવા લાગ્યા હતા. મેં હંમેશાં મારી પર્સનલ બાબતોને ખાનગી રાખવાનો પ્રયાસ કર્યો હતો અને મારી બીમારી વિશે મીડિયામાં ચર્ચા થાય એ વિચાર જ મારા માટે પીડાદાયક હતો એટલું જ નહીં, અત્યંત ગુસ્સો અપાવનારો પણ હતો. સાચું કહું તો હું એક જાહેર વ્યક્તિ બની ગઈ હતી, પરંતુ શું એનો અર્થ એવો થાય કે મને જરા પણ પ્રાઇવસી ન મળવી જોઈએ?’


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2026 07:21 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK