ફાટી નીકળેલી હિંસા માટે જવાબદાર ઠેરવ્યાના બીજા જ દિવસે સરકારે ગાળિયો વધુ કસ્યો, લેહ માટે પૂર્ણ રાજ્યના દરજ્જાની માગણી સાથે આંદોલન કરી રહેલા પર્યાવરણવિદ સોનમ વાંગચુકની ગઈ કાલે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ અંતર્ગત તેમની ધરપકડ
ગઈ કાલે કરફ્યુ દરમ્યાન લેહના સૂમસામ રસ્તા અને દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ સોનમ વાંગચુકના સમર્થનમાં કાઢેલી કૅન્ડલ માર્ચ.
લેહ માટે પૂર્ણ રાજ્યના દરજ્જાની માગણી સાથે આંદોલન કરી રહેલા પર્યાવરણવિદ સોનમ વાંગચુકની ગઈ કાલે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ અંતર્ગત તેમની ધરપકડ કરી હતી. લેહમાં બે દિવસ પહેલાં વિરોધ-પ્રદર્શન દરમ્યાન ભારે હિંસા ફાટી નીકળી હતી, જેમાં ૪ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૭૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. સોનમની ધરપકડ પછી લેહમાં ઇન્ટરનેટ સર્વિસ બંધ કરી દેવામાં આવી હતી.
લદ્દાખમાં આંદોલન તીવ્ર બનતાં પોલીસ-બંદોબસ્ત અને સુરક્ષા-વ્યવસ્થા વધુ સઘન કરી દેવામાં આવ્યાં છે. સોનમ વાંગચુક પર કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયે એવો આરોપ મૂક્યો હતો કે લેહમાં થયેલી હિંસા માટે તેઓ જવાબદાર છે. આ આરોપને પગલે પોલીસે ગઈ કાલે તેમની ધરપકડ કરી હતી. ગુરુવારે સરકારે સોનમ વાંગચુકની સંસ્થાનું વિદેશી ભંડોળ મેળવવા માટેનું લાઇસન્સ પણ રદ કરી દીધું હતું.


