આ અંગે સખત વાંધો વ્યક્ત કરતાં SGPCએ અર્ચના મકવાણા સામે કેસ નોંધ્યો છે. દરમિયાન હંગામા પછી ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર છોકરી અર્ચના મકવાણાએ એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે માફી માગી છે
તસવીર: ઇન્સ્ટાગ્રામ
Yoga In Golden Temple: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અર્ચના મકવાણાએ અમૃતસરના સુવર્ણ મંદિરમાં યોગ કર્યો હતો. અર્ચના મકવાણાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર યોગ કરતાં તેનો ફોટો પોસ્ટ કર્યો અને ફોટો વાયરલ થયો હતો. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધન સમિતિ (SGPC)ને આ વાતની જાણ થતાં જ તે ગુસ્સે થઈ ગઈ હતી.




