૯૯ ટકા ફરિયાદમાં નિરાકરણ લાવી દેવાયું, ૮૯ ટકા ફરિયાદનો ૧૦૦ મિનિટમાં ઉકેલ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
લોકસભાની ચૂંટણીની જાહેરાત વખતે ચૂંટણીપંચે આચારસંહિતાના ભંગની લોકો ફરિયાદ કરી શકે એ માટે સી-વિજિલ નામની મોબાઇલ ઍપની જાણકારી આપી હતી અને એમાં ચૂંટણીપંચને અત્યાર સુધીમાં ૭૯,૦૦૦ ફરિયાદો મળી છે. ચૂંટણીપંચે આની જાણકારી આપતાં કહ્યું હતું કે આમાંની ૯૯ ટકા ફરિયાદોનું નિરાકરણ લાવી દેવામાં આવ્યું છે અને એમાંય ૮૯ ટકા ફરિયાદનું તો ૧૦૦ મિનિટમાં જ નિરાકરણ કરી દેવાયું હતું.
58,800- ગેરકાયદે હોર્ડિંગ્સ અને બૅનરોને લગતી ફરિયાદનો આંકડો
1,400- પૈસા, ગિફ્ટ અને શરાબના વિતરણને લગતી ફરિયાદનો આંકડો
ADVERTISEMENT
1,000 સમય પૂરો થયા પછી પણ પ્રચાર કરવાને લગતી ફરિયાદનો આંકડો
2,454- સંપત્તિને નુકસાન કરવા વિશેની ફરિયાદનો આંકડો
535- ફાયરઆર્મ્સ બતાવીને ધમકી આપવા વિશેની ફરિયાદનો આંકડો

