ભારતમાં તમાકુ નિયંત્રણ કાયદો ઘણી સાર્વજનિક ઇન્ડોર અને આઉટડોર જગ્યાઓ, ઑફિસો અને જાહેર પરિવહનમાં ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકે છે

પ્રતીકાત્મક તસવીર
એઇમ્સ-ગોરખપુર (AIIMS Gorakhpur)ની આગેવાની હેઠળના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સેકન્ડ હેન્ડ સ્મોકર્સ (Secondhand Smoking)ને કોવિડ-19 (Covid-19) થવાનું જોખમ વધારે છે. જો તમે સિગારેટ (Cigarette) પીતા નથી, પરંતુ તમે ધૂમ્રપાન કરતા લોકોના સંપર્કમાં છો, તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. છ રાજ્યોમાં હાથ ધરાયેલા અભ્યાસ મુજબ, ઘરે અને ઑફિસમાં સેકન્ડહેન્ડ સ્મોકના સંપર્કમાં રહેવાથી ગંભીર કોવિડ-19 થવાની શક્યતાઓ નોંધપાત્ર રીતે વધી જાય છે.
અભ્યાસમાં બહાર આવ્યા આવ્યા આ તથ્યો
ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS) ગોરખપુરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. સુરેખા કિશોર એક મીડિયા હાઉસને જણાવ્યું કે “અમારા બહુ-કેન્દ્રીય અભ્યાસના તારણ સૂચવે છે કે સેકન્ડહેન્ડ સ્મોકના સંપર્કમાં આવવાથી ધૂમ્રપાન ન કરનારાઓમાં પણ COVID-19નું જોખમ વધી શકે છે.”
તેમણે કહ્યું કે, “હું સરકારને COTPA (સિગારેટ અને ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ) 2003માં સુધારો કરવાની પહેલ માટે અભિનંદન આપું છું અને પ્રક્રિયાને ઝડપી બનાવવા વિનંતી કરું છું, જેથી ધૂમ્રપાન ન કરનારાઓને તમાકુ ઉત્પાદનોના પ્રત્યક્ષ અને પરોક્ષ સંપર્કથી બચાવી શકાય.”
જ્યારે સંશોધન દર્શાવે છે કે ધૂમ્રપાન કોવિડ-19 ચેપની સંભાવના અને રોગની ગંભીરતા વધારે છે. એક નિવેદન અનુસાર, કેટલાક અભ્યાસોએ કોવિડ કેસની ગંભીરતા પર સેકન્ડહેન્ડ સ્મોકની અસર દર્શાવી છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે સેકન્ડહેન્ડ સ્મોકમાં 7,000થી વધુ રસાયણો હોય છે અને તે ફેફસાના કેન્સર, કોરોના, હૃદય રોગ અને ક્રોનિક ફેફસાના રોગ જેવા રોગોનું મોટું કારણ છે જે કોવિડ -19 ની ગંભીરતામાં વધારો કરે છે.
ભારતમાં તમાકુ નિયંત્રણ કાયદો ઘણી સાર્વજનિક ઇન્ડોર અને આઉટડોર જગ્યાઓ, ઑફિસો અને જાહેર પરિવહનમાં ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકે છે. એરપોર્ટ, 30 કે તેથી વધુ રૂમ ધરાવતી હોટેલ્સ અને 30 કે તેથી વધુ બેઠક ક્ષમતા ધરાવતી રેસ્ટોરન્ટમાં ચોક્કસ જગ્યાએ ધૂમ્રપાન કરવાની છૂટ છે.
અભ્યાસનો હેતુ ધૂમ્રપાન ન કરનારાઓમાં COVID-19ની ગંભીરતા સાથે ઘર અથવા ઑફિસમાં સેકન્ડહેન્ડ સ્મોકના સંપર્ક વચ્ચેની કડીની તપાસ કરવાનો હતો. સંશોધકોએ 18 અને તેથી વધુ વયની વ્યક્તિઓને ઓળખવા માટે ઇનપેશન્ટ રેકોર્ડનો ઉપયોગ કર્યો હતો, જેમને COVID-19 હતો અને જાન્યુઆરી 2020થી ફેબ્રુઆરી 2022 દરમિયાન વાયરસના ગંભીર લક્ષણો સાથે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: પ્લેન બાદ હવે ટ્રેનમાં થયો પીપી કાંડ: નશામાં ધૂત TTEએ મહિલા પર કર્યો પેશાબ
અભ્યાસ દર્શાવે છે કે જેઓ ઘરમાં સેકન્ડહેન્ડ સ્મોકના સંપર્કમાં આવ્યા હતા. તેમના માટે ગંભીર કોવિડ થવાની સંભાવના 3.03 ગણી વધારે છે. ઑફિસમાં સેકન્ડહેન્ડ સ્મોકના સંપર્કમાં આવતા લોકોને ગંભીર COVID-19 થવાની શક્યતા 2.19 ગણી વધારે હતી.