જીઆરપી ચારબાગના ઈન્સ્પેક્ટર નવરત્ન ગૌતમના જણાવ્યા અનુસાર અમૃતસરનો રહેવાસી રાજેશ તેની પત્ની સાથે અકાલ તખ્ત એક્સપ્રેસના એ વન કોચમાં મુસાફરી કરી રહ્યો હતો

પ્રતીકાત્મક તસવીર
અમૃતસર (Amritsar)થી કોલકાતા (Kolkata) જતી અકાલ તખ્ત એક્સપ્રેસ (Akal Takht Express)માં મહિલા સાથે દુર્વ્યવહારનો મામલો સામે આવ્યો છે. નશામાં ધૂત ટીટીઈએ રવિવારે રાત્રે ટ્રેનમાં મહિલાના માથા પર પેશાબ કર્યો હતો, જ્યારે મહિલાએ ટીટીઈ પર ગુસ્સો કર્યો ત્યારે તેના પતિએ આ ટીટીઈને પકડ્યો હતો. તે નશામાં હતો. ટ્રેન જ્યારે લખનઉ પહોંચી ત્યારે મુસાફરની ફરિયાદના આધારે ટીટીઈની ધરપકડ કરવામાં આવી હતી અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો.
જીઆરપી ચારબાગના ઈન્સ્પેક્ટર નવરત્ન ગૌતમના જણાવ્યા અનુસાર અમૃતસરનો રહેવાસી રાજેશ તેની પત્ની સાથે અકાલ તખ્ત એક્સપ્રેસના એ વન કોચમાં મુસાફરી કરી રહ્યો હતો. રાત્રે લગભગ 12 વાગ્યે જ્યારે તેની પત્ની તેની સીટ પર આરામ કરી રહી હતી ત્યારે નશામાં ધૂત ટીટીઈ મુન્ના કુમારે મહિલાના માથા પર પેશાબ કર્યો હતો.
મહિલાની બૂમો પર મુસાફરોએ TTEને પકડી પાડ્યો અને તેને માર માર્યો હતો. ટીટીઈ નશામાં હોવાનું મુસાફરોએ જણાયું હતું. જીઆરપી ઈન્સ્પેક્ટરે કહ્યું કે મુસાફર રાજેશની ફરિયાદ પર રિપોર્ટ નોંધવામાં આવ્યો છે અને ટીટીઈને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
આ કેસમાં જીઆરપીના પોલીસ અધિક્ષક સંજીવ સિન્હાનું કહેવું છે કે “અમને આરપીએફ કંટ્રોલ રૂમ અને ટ્વિટર દ્વારા ઘટનાની માહિતી મળી છે. TTE મુન્ના કુમાર ચારબાગ રેલવે સ્ટેશન પર જીઆરપી ઇન્સ્પેક્ટર નવરત્ન ગૌતમ દ્વારા ટ્રેનમાંથી નીચે ઉતારવામાં આવ્યો હતો અને મુસાફરની ફરિયાદ પર સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. TTE મુન્ના કુમાર સહારનપુરમાં તહેનાત છે. તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: કોરોના જેમ જીવલેણ બન્યો H3N2 વાયરસ, લક્ષણો સહિત તમામ એ ટુ ઝેડ માહિતી જાણો અહીં
ભૂતકાળમાં ફ્લાઈટમાં પણ આવી જ ગેરવર્તણૂકના કિસ્સા સામે આવ્યા હતા, જ્યારે કોઈ પેસેન્જરે મહિલા પર પેશાબ કર્યો હતો, જેના પર તેને મુસાફરી કરવા પર રોક લગાવવામાં આવી હતી.