SM Krishna Death: તેઓ દેશના વરિષ્ઠ રાજકારણીમાંથી એક હતા. તેઓ મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ પણ રહી ચૂક્યા હતા.
એસએમ કૃષ્ણાની તસવીર (સૌજન્ય : એક્સ)
રાજકારણમાંથી દુખદ સમાચાર સામે આવ્યા છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા એસએમ કૃષ્ણાનું આજે વહેલી સવારે તેમના નિવાસસ્થાને અવસાન (SM Krishna Death) થયું છે. 92 વર્ષની વયે આ નેતાએ દુનિયામાંથી વિદાય લીધી છે. એસએમ કૃષ્ણા દેશના વરિષ્ઠ રાજકારણીમાંથી એક હતા. તેઓ મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ પણ રહી ચૂક્યા હતા. વહેલી સવારે લગભગ 2.45 કલાકની આસપાસ તેઓએ અંતિમ શ્વાસ લીધા છે.
છેલ્લા ઘણા સમયથી બીમાર હતા
ADVERTISEMENT
પ્રાપ્ત અહેવાલો જણાવી રહ્યા છે કે એસએમ કૃષ્ણા છેલ્લા ઘણા મહિનાઓથી બીમાર હતા. હવે તેઓનું અવસાન (SM Krishna Death) થયું છે, ત્યારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુ સહિત ઘણા દિગ્ગજ નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. તેઓના પાર્થિવ દેહને આજે મદ્દુર લઈ જવામાં આવશે એવી માહિતી સામે આવી છે.
તેઓની રાજકીય સફર પર નજર કરીએ
સોમનાહલ્લી મલ્લૈયા કૃષ્ણાને રાજકીય જગતમાં એસ.એમ. કૃષ્ણા (SM Krishna Death) તરીકે જ ઓળખવામાં આવતા હતા. 1 મે, 1932ના રોજ મંડ્યા જિલ્લાના સોમનાહલ્લી ગામમાં જન્મેલા આ નેતાએ મૈસૂરમાં જ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. ળવી હતી. મંડ્યાથી ધારાસભ્ય તરીકે તેઓએ રાજકારણમાં પગ મૂક્યો હતો. ત્યારબાદ તેઓ 1962માં તેઓ સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને જીત્યા હતા. રાજકારણમાં તેઓની સફર ખૂબ જ લાંબી રહી છે. લોકસભાના સદસ્યથી માંડીને વિધાનસભાના અધ્યક્ષ સ્થાને પણ તેઓ આવ્યા હતા.
વર્ષ 1962થી 1967 સુધી 3જી કર્ણાટક વિધાનસભાના સભ્ય તરીકે તેઓ નિમાયા હતા. વર્ષ 1965માં ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે ન્યુઝીલેન્ડમાં યોજાયેલી કોમનવેલ્થ સંસદીય પરિષદમાં તેઓએ સક્રીયપણે ભાગ લીધો હતો. 1968થી 1970 સુધી ચોથી લોકસભાના સભ્ય અને 1971થી 1972 સુધી પાંચમી લોકસભાના સભ્ય હતા.
વર્ષ 1972થી 1977 સુધી તેઓએ કર્ણાટક વિધાન પરિષદના સભ્ય તરીકે પણ સેવા બજાવી હતી. 1982માં તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય પ્રતિનિધિમંડળના સભ્ય હતા. તેઓ 1983-84માં કેન્દ્રીય ઉદ્યોગ રાજ્ય મંત્રી અને 1984-85માં કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વીક કર્યો શોક
Shri SM Krishna Ji was a remarkable leader, admired by people from all walks of life. He always worked tirelessly to improve the lives of others. He is fondly remembered for his tenure as Karnataka’s Chief Minister, particularly for his focus on infrastructural development. Shri… pic.twitter.com/Wkw25mReeO
— Narendra Modi (@narendramodi) December 10, 2024
નરેન્દ્ર મોદીએ એક્સ પર લખ્યું હતું કે, “શ્રી એસ.એમ. કૃષ્ણાજી અદ્ભુત નેતા હતા, જેઓને તમામ ક્ષેત્રના લોકો દ્વારા પ્રશંસા મળી હતી. તેઓ હંમેશા અન્ય લોકોના જીવનને બહેતર બનાવવા માટે અથાક મહેનત કરતા હતા. કર્ણાટકના મુખ્ય પ્રધાન તરીકેના તેમના કાર્યકાળ માટે અને ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ પર તેમના યોગદાન તેઓ યાદ રહેશે. શ્રી એસ.એમ. કૃષ્ણાજી (SM Krishna Death) એક પ્રખર વાચક અને વિચારક પણ હતા.”
I`m deeply saddened to hear about the passing of former Karnataka Chief Minister, Sri SM Krishna Garu. Our friendship transcended the competitive spirit we shared in attracting investments to our respective states. He was a true leader who always prioritized the welfare of his… pic.twitter.com/JjtAw4g2ug
— N Chandrababu Naidu (@ncbn) December 10, 2024
ચંદ્રબાબુ નાયડુએ એક્સ પર તેઓને શ્રધ્ધાંજલિ આપતા લખ્યું હતું કે, “કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શ્રી એસએમ કૃષ્ણાના નિધન વિશે સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. તેઓ ખરા અર્થમાં નેતા હતા જેમણે હંમેશા લોકોના કલ્યાણને પ્રાથમિકતા આપી હતી. આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદનાઓ છે”

