પોલીસને પણ હવે મળશે કમાન્ડો જેવી મૉડર્ન ટ્રેઇનિંગ: અત્યાર સુધી ચેન્નઈ, કલકત્તા, મુંબઈ, જમ્મુ અને હૈદરાબાદમાં પાંચ સેન્ટર છે
કોઈકે આગ સાથે ખેલ કર્યો હતો તો કોઈકે રેસ્ક્યુ માટે હવામાં લટકીને થતાં સાહસિક મિશનોની ઝાંખી કરાવી હતી. NSGમાં ટ્રેઇનિંગ પામેલા ડૉગીએ પણ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.
NSGના ૪૧મા સ્થાપના દિવસ પર ગૃહપ્રધાન અમિત શાહની જાહેરાત
ગુરુગ્રામમાં નૅશનલ સિક્યૉરિટી ગાર્ડ (NSG)ના ૪૧મા સ્થાપના દિવસ પર ગૃહપ્રધાન અમિત શાહે દેશમાં આતંકવાદી ગતિવિધિઓને રોકવા માટે છઠ્ઠું NSG ટ્રેઇનિંગ સેન્ટર ખોલવાની જાહેરાત કરી હતી. અત્યાર સુધી ચેન્નઈ, કલકત્તા, મુંબઈ, જમ્મુ અને હૈદરાબાદમાં ટ્રેઇનિંગ સેન્ટર ખૂલી ચૂક્યાં છે. હવે છઠ્ઠું ટ્રેઇનિંગ સેન્ટર અયોધ્યામાં હશે.
ADVERTISEMENT
ગઈ કાલે અમિત શાહે ગુરુગ્રામમાં સ્પેશ્યલ ઑપરેશન ટ્રેઇનિંગ સેન્ટર (SOTC)નો શિલાન્યાસ કર્યો હતો જ્યાં કમાન્ડોને મૉડર્ન ટ્રેઇનિંગ મળશે. તેમણે આ પ્રસંગે કહ્યું હતું કે ‘દેશના અલગ-અલગ હિસ્સામાં બનેલાં NSG હબ કોઈ પણ ઇમર્જન્સી જેવી પરિસ્થિતિમાં NSG કમાન્ડોને પહોંચાડી શકે છે. એનાથી દેશને સંતુષ્ટિ મળે છે કે તેમની સુરક્ષા અને આતંકવાદવિરોધી લડાઈ સુરક્ષિત હાથોમાં છે. સર્વત્ર, સર્વોત્તમ, સુરક્ષા એમ ત્રણ સિદ્ધાંતો અને સમર્પણ, સાહસ અને રાષ્ટ્રભક્તિને પોતાની ઓળખ બનાવીને NSGએ છેલ્લા ચાર દાયકાથી સંગઠિત અપરાધ અને આતંકવાદ વિરુદ્ધ કઠિન લડત આપી છે.’


