ટૂરિસ્ટ કચરો બહાર ન ફેંકે એ માટે તેમની પણ જવાબદારી રહેશે.
સિક્કિમના ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ
સિક્કિમમાં ફરવા માટે હવેથી ટૂરિસ્ટે તેમની સાથે કચરો ફેંકવા માટે થેલી રાખવી પડશે. સિક્કિમના ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા એક ઑર્ડર બહાર પાડવામાં આવ્યો છે. આ નિયમ મુજબ દરેક ટૂરિસ્ટ પાસે તેમની કારમાં કચરો ફેંકવા માટેની થેલી હોવી ફરજિયાત છે. આ માટે ટૂર-ઑપરેટર, ટ્રાવેલ-એજન્સીઓ અને વેહિકલના ડ્રાઇવરને પણ સૂચના આપી દેવામાં આવી છે. ટૂરિસ્ટ કચરો બહાર ન ફેંકે એ માટે તેમની પણ જવાબદારી રહેશે. એ માટે રૅન્ડમ વેહિકલ ચેક કરવામાં આવશે. જો કોઈ પણ વેહિકલમાં કચરો ફેંકવા માટેની થેલી ન મળી તો તેમને દંડ ફટકારવામાં આવશે. સિક્કિમની વસ્તી ખૂબ ઓછી છે. ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યમાં સિક્કિમનો સમાવેશ છે, કારણ કે ત્યાં અંદાજે ૬ લાખ લોકો રહે છે. સિક્કિમમાં દર વર્ષે ૨૦ લાખથી વધુ ટૂરિસ્ટ આવે છે. તેઓ રાજ્યને ગંદું ન કરે એ માટે હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

