એક વર્ષમાં ૧૦૭ કરોડ ૯૩ લાખ રૂપિયાનું દાન મળ્યું
શ્રી મહાકાલેશ્વર મંદિરમાં એક વર્ષમાં બન્યો રેકોર્ડ
મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલા શ્રી મહાકાલેશ્વર મંદિરમાં એક વર્ષમાં ૧૦૭ કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું છે. શ્રદ્ધાળુઓએ ૨૦૨૫ની ૧ જાન્યુઆરીથી ૧૫ ડિસેમ્બર દરમ્યાન આપેલા દાનનો હિસાબ કરવામાં આવ્યો હતો. દાનપેટીઓમાં ૪૩ કરોડ ૪૩ લાખ રૂપિયા અને શીઘ્ર દર્શન વ્યવસ્થા અંતર્ગત ૬૪ કરોડ ૫૦ લાખ રૂપિયા મળ્યા હતા. કુલ મળીને ૧૧ મહિના અને પંદર દિવસમાં ૧૦૭ કરોડ ૯૩ લાખ રૂપિયાનું દાન મળ્યું હતું. એ ઉપરાંત ૫૯૨.૩૬૬ કિલો ચાંદી અને ૧૪૮૩ ગ્રામ સોનું દાનમાં મળ્યાં છે.


