મધ્ય પ્રદેશના રીવાના સંજય ગાંધી સ્મૃતિ ચિકિત્સાલય વિશે કાૅન્ગ્રેસના વિધાનસભ્ય અભય મિશ્રાનો ચોંકાવનારો દાવો
અભય મિશ્રા
મધ્ય પ્રદેશના રીવામાં સંજય ગાંધી સ્મૃતિ ચિકિત્સાલયને લઈને કૉન્ગ્રેસના વિધાનસભ્ય અભય મિશ્રાએ એક અત્યંત સનસનીખેજ અને ગંભીર દાવો કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે હૉસ્પિટલના શબઘરમાં જ્યારે કોઈ સુંદર મહિલાનું શબ પોસ્ટમૉર્ટમ માટે જાય છે ત્યારે તેની સાથે દુષ્કર્મ જેવાં ઘૃણાસ્પદ કૃત્યો કરવામાં આવે છે. આ દાવાનો એક વિડિયો હાલ સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.
વિધાનસભ્યએ જણાવ્યું હતું કે જ્યારે મૃત મહિલાના પરિવારજનો બહાર રાહ જોતા હોય છે ત્યારે અંદર શબ સાથે આ પ્રકારનું વિકૃત કામ થાય છે. જોકે આ અત્યંત ગંભીર આરોપોની હજુ સુધી કોઈ સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી અને વહીવટી તંત્ર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન પણ આવ્યું નથી.
ADVERTISEMENT
નોંધનીય છે કે આ હૉસ્પિટલમાં તાજેતરમાં પ્રસૂતિ દરમ્યાન માતા અને બાળકનાં મોત થયા બાદ ભારે વિવાદ પેદા થયો હતો. આ ગંભીર બેદરકારી બદલ બે ડૉક્ટર અને બે નર્સિંગ સ્ટાફને સસ્પેન્ડ કરાયા હતા. આ ઉપરાંત ડીન અને અધીક્ષકને પણ પદ પરથી હટાવી દેવાયા હતા. હૉસ્પિટલની વ્યવસ્થા સામે ચાલી રહેલા આંદોલન વચ્ચે વિધાનસભ્યના આ નવા દાવાએ ચકચાર મચાવી દીધી છે.
