પર્ફોર્મન્સના ભાગરૂપ તેઓ પડી ગયા હશે એવું માનીને બાળકો અને આસપાસના લોકો તાળીઓ પાડતાં રહ્યાં હતાં
રિટાયર્ડ સોલ્જરનું હૃદયરોગના હુમલાને કારણે મૃત્યુ
ઇન્દોરમાં બાળકોને યોગ શીખવવા માટેના કાર્યક્રમમાં દેશભક્તિના ગીત પર પર્ફોર્મ કરી રહેલા રિટાયર્ડ સોલ્જરનું હૃદયરોગના હુમલાને કારણે મૃત્યુ થયું છે. શૉકિંગ વાત એ હતી કે બલવિંદર સિંહ છાબડા નામના નિવૃત્ત જવાન તિરંગા સાથે ‘મા તુઝે સલામ’ ગીત પર પર્ફોર્મ કરતી વખતે જ હાર્ટ-અટૅકને કારણે જમીન પર ફસડાઈ પડ્યા હતા. પર્ફોર્મન્સના ભાગરૂપ તેઓ પડી ગયા હશે એવું માનીને બાળકો અને આસપાસના લોકો તાળીઓ પાડતાં રહ્યાં હતાં. દેશભક્તિનું ગીત પૂરું થયા પછી પણ તેઓ બેઠા નહીં થતાં તેમને તત્કાળ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.


