કોઈ પણ મહત્ત્વપૂર્ણ માળખાગત સુવિધા ફળીભૂત હોવી જોઈએ. કોઈ પણ સેવા ખરેખર ટકાઉ બનવા માટે એની કિંમત સામૂહિક રીતે અથવા તો વપરાશકર્તા દ્વારા ચૂકવવી જોઈએ.
યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)
યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા સંપૂર્ણપણે મફત ડિજિટલ વ્યવહારોનો યુગ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ મુંબઈમાં એક ઇવેન્ટમાં આનો સંકેત આપ્યો હતો.
જ્યારે UPI સિસ્ટમ વપરાશકર્તાઓ માટે મફત રહે છે ત્યારે સર્વિસ પાછળના પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જાળવવાનો ખર્ચ સરકાર દ્વારા સબસિડી મેળવતી બૅન્કો અને અન્ય હિસ્સેદારો દ્વારા ઉઠાવવામાં આવે છે.
ADVERTISEMENT
UPI સિસ્ટમના ભવિષ્ય વિશે બોલતાં RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું હતું કે ‘આપણને એક સાર્વત્રિક કાર્યક્ષમ સિસ્ટમની જરૂર છે. હાલમાં UPI સેવા પર કોઈ શુલ્ક નથી. સરકાર UPI ચુકવણી સિસ્ટમમાં બૅન્કો અને અન્ય હિસ્સેદારો જેવા વિવિધ ખેલાડીઓને સબસિડી આપી રહી છે. કેટલાક ખર્ચ ચૂકવવા પડે છે. કોઈ પણ મહત્ત્વપૂર્ણ માળખાગત સુવિધા ફળીભૂત હોવી જોઈએ. કોઈ પણ સેવા ખરેખર ટકાઉ બનવા માટે એની કિંમત સામૂહિક રીતે અથવા તો વપરાશકર્તા દ્વારા ચૂકવવી જોઈએ.’


